________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૧૭. પડી જાય છે ? તમે લોકે જે તમારી સ્થિતિને પણ બરાબર. વિચાર કરે, તે ય તમને આ અને આવા મહાપુરૂષોમાં જે મહત્તાને સુગ હતો, તેનો સુન્દર ખ્યાલ આવે. તમને તમારા ઉપકારિએ યાદ આવે છે ખરા ? તમારી સમજ : મુજબ તમે જે જે કાર્યમાં ઉપકાર માનતા હો, તેવા પ્રકારને. ઉપકાર જેના જેના દ્વારા તમારા ઉપર થવા પામ્યો હેય,. તે બધા ઉપકારેને કદી પણ સદ્ભાવપૂર્વક યાદ કરવાનું તમને મન થાય છે ખરું? કઈ પણ સારા કામને આરંભ કરતાં પહેલાં, પોતાના ઉપકારિઓને યાદ કરવા અને ઉપકારિએને યાદ કરીને તેમને નમસ્કાર કરવ–આવી રીતિએ તમે. વર્તતા તો નથી, પણ આવી રીતિએ વર્તવાને પ્રયત્ન કરવાને વિચાર પણ તમને કદી આવેલ છે ખરે? જે આ વિચાર, તમને વારંવાર આવતા હતા, જે આવા પ્રકારને વિચાર આવે. એવા પ્રકારે તમારું હૈયું કેળવાએલું હોત, તો “ટીકાકાર, આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરદેવને, શ્રી વર્ધમાનસ્વામીજીને, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, સઘળા ય અનુગવૃદ્ધોને અને શ્રી સર્વજ્ઞભગવાનની વાણુને નમસ્કાર કર્યો”—એ વાતને સાંભળતાંની સાથે જ, તમને એમ થઈ ગયું હેત કે-આ મહાપુરૂષમાં કે કૃતજ્ઞતાને અને નમ્રતાને. ઉમદા ગુણ છે?” આજના સાંસારિક વ્યવહારમાં આવી જવા પામેલી
કલુષિતતા : કૃતજ્ઞતા ગુણ અને નમ્રતા ગુણ, એ બન્ને ય ગુણે માણસ માત્રને માટે આવશ્યક છે. આ ગુણ એવા છે કે