________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ની અને શ્રી સૂયગડાંગ સૂત્રનામના બીજા અંગસૂત્રની ટીકા, કે જેની રચના આચાર્યભગવાન શ્રીમત્ શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલી હતી, તે વિદ્યમાન હતી; પરન્તુ બાકીનાં અંગસૂત્રની તેઓશ્રીએ રચેલી ટીકાઓ અપ્રાપ્ય બની જવા પામી હતી. આ કારણે જ, શાસનદેવીની પ્રેરણાને સાદર ઝીલી લઈને, આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ત્રીજા અંગસૂત્રથી માંડીને અગીઆરમાં અંગસૂત્ર સુધીની ટીકાઓની રચના કરવાના શુભ કાર્યને આરંભ કર્યો હતો. તે સમયે બારમું અંગસૂત્ર તો પોતે જ વિચ્છેદને પામી ગયેલું હતું, એટલે “આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ બારમા અંગસૂત્રની ટીકાની રચના કેમ કરી નહિ?”—એ પ્રશ્નને તે અવકાશ જ પ્રાપ્ત થતું નથી. સંગલ સાથે અભિધેયનું કથન - પિતે રચવા ધારેલી નવ અંગસૂત્ર-ટીકાઓ પૈકીની ત્રીજી સૂત્રટીકા, કે જે આ શ્રી ભગવતીજી સૂત્ર નામના પાંચમા અંગસૂત્રની ટીકા છે, તેની રચના કરવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ ભાવમંગલની આચરણ કરતાં, શરૂઆતમાં શ્રી જિનસ્તુતિ કરી છે. એક ગ્લૅક દ્વારા, સામાન્ય પ્રકારે શ્રી જિનસ્તુતિ કરવા દ્વારા, એ મહષિએ સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેની
સ્તુતિ કરતાં, પરમ તારક ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પંદર વિશેષણેથી સ્તુતિ કરી. અત્યાર સુધીમાં આપણે એ પંદર વિશેષણેને અંગે કેટલીક વિચારણા કરી આવ્યા છીએ. આ રીતિએ, સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કર્યો