________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ ઈચ્છા હેત, તે તેમણે પ્રથમાંગસૂત્ર શ્રી આચારાંગથી જ સૂત્રોની વૃત્તિઓને રચવાનું કાર્ય શરૂ કર્યું હેત; પણ શ્રી અભયદેવસૂરિજીએ તે ક્રમવાર ત્રીજા અંગસૂત્ર શ્રી ઠાણાંગસૂત્રથી અગીઆરમાં અંગસૂત્ર સુધીની વૃત્તિઓની રચના કરી છે અને એથી એમ જ સાબીત થાય છે કે–શ્રી અભયદેવસૂરિ જીની ઈચ્છા પહેલેથી જ એવી હતી કે માત્ર શ્રી ઠાણુગાદિ નવ અંગસૂત્રો ઉપર જ વૃત્તિઓને રચવી.
હવે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે શ્રી અભયદેવસૂરિજીને નવ અંગસૂત્રો ઉપરની વૃત્તિઓને રચવાની ઈચ્છા હતી અને પ્રથમાંગસૂત્ર શ્રી આચારાંગ તથા દ્વિતીયાંગસૂત્ર શ્રી સૂયગડાંગની વૃત્તિઓને રચવાની ઈચ્છા નહતી,તે તેનું કારણ શું? આવા પ્રશ્નને ખૂલાસો એ છે કે-તે સમયે શ્રી આચારાંગસૂત્રની અને શ્રી સૂયગડાંગસૂત્રની શ્રી શીલાંકાચાયૅ બનાવેલી વિસ્તૃત ટીકાઓ વિદ્યમાન હતી, જ્યારે એ જ શ્રી શીલાંકાચા
ની બનાવેલી બાકીનાં નવ અંગસૂત્રોની ટીકાઓ ગમે તે કારણે વિચ્છિન્ન થઈ જવા પામી હતી; આથી શ્રી અભયદેવસૂરિજીએ પહેલા અને બીજા અંગસૂત્ર ઉપર ટીકાઓ લખી નહિ અને ત્રીજાથી અગીઆરમા અંગસૂત્ર ઉપર ટીકાઓ લખી. આજે પણ પહેલા અને બીજા અંગસૂત્રની ટીકાઓ શ્રી, શીલાંકાચાર્યની બનાવેલી અને બાકીનાં નવ અંગસૂત્રોની નવ ટીકાઓ શ્રી અભયદેવસૂરિજીની બનાવેલી પ્રચારમાં છે. શ્રી શીલાંકાચાર્યની લખેલી અગીઆરેય અંગસૂત્રોની અગીઆરેય ટીકાઓ જે શ્રી અભયદેવસૂરિજીના સમયમાં વિદ્યમાન હત, તે કાં તે શ્રી અભયદેવસૂરિજી કઈ પણ અંગસૂત્રની