________________
૪૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભેગસુખની લાલસા શું કરે છે? ન ભોગસુખની લાલસા જીવને તત્કાલ તે દીનતાવાળે બનાવી દે છે, પણ પછીથી ય એના ગે ઘણી ઉપાધિઓ પેદા થાય છે. ભોગસુખની લાલસા જીવમાં ઈર્ષાને પેદા કરી દે છે. ભયને પેદા કરી દે છે. મારા ભોગસુખના સાધનને કઈ ભોગવે નહિ એની ચિન્તા અને એને કેઈ ઉપાડી જાય તેને ભય પણ ખરે. ભોગસુખની લાલસા બીજાના ભોગસુખના સાધનને છીનવી લેવાની વૃત્તિ પણ પેદા કરે છે અને એથી જીવ અનેકવિધ હિંસાદિક પાપને સંગી બની જાય છે. ભોગસુખની લાલસા છે, માટે જ દુનિયામાં હિંસાદિ ભયંકર પાપો જોરશોરથી પ્રવર્તી રહ્યાં છે. દુનિયામાં કહેવાય છે કે- જર, જમીન ને જેરૂ, કજીયાનાં ત્રણ રૂ.” પણ જે જેરૂની, સ્ત્રીની લાલસા મરી જાય, તે જર ને જમીનની કેટલીક જરૂર પડે? જર અને જમીનના કજીયાએ પણ માટે ભાગે જેરૂની લાલસામાંથી જ જન્મેલા હોય છે. શાંતિને બલે અશાંતિ કેમ વધે છે? - આજે દુનિયામાં શાંતિ સ્થાપવાની વાત તે ઘણી ચાલે છે, છતાં દુનિયામાં અશાંતિ વચ્ચે જ જાય છે. કારણ કેભોગસુખની લાલસા દિન-પ્રતિદિન વધતી જાય છે, મર્યાદા મૂકીને વધતી જાય છે. ભોગસુખની લાલસા ઉપર નિયંત્રણ ભૂક્યા વિના, કેઈ શાંતિને ભોગવી શકો જ નથી. દુનિયામાં શાંતિને પ્રસાર કરે છે, તે ભોગસુખમાં જ સાચું સુખ માની રહેલા જગતને, આત્મસુખની સાધના તરફ વાળવું