________________
૪૯૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
એ મુનિને કામાતુર બનાવવાને માટે, લાખ કેશાઓ પણ સમર્થ બની શકત નહિ. એ જ કેશા વેશ્યાને ત્યાં આગલે ચોમાસે મુનિવર શ્રી સ્થૂલભદ્રજી રહ્યા હતા. જે સંયોગ સિંહગુફાવાસી મુનિને મળ્યા, તેથી અધિક સગો શ્રી સ્કૂલભદ્રજીને મળ્યા હતા. ગૃહસ્થપણે શ્રી સ્થૂલભદ્રજી એ કેશાને ત્યાં બાર વર્ષ પર્યત રહ્યા હતા અને કેશાની સાથે ભેગે ભગવ્યા હતા. સિંહગુફાવાસી મુનિ તરફ કોશા રાગવતી નહોતી, જ્યારે શ્રી સ્થૂલભદ્રજી તરફ તે કેશા એવી રાગવતી હતી કે ક્યારે શ્રી સ્થૂલભદ્રજી મારી ભેગની ભૂખને સંતોષે, એ એના હૈયામાં તલસાટ હતા. કેશાએ શ્રી સ્થૂલભદ્રજીને વારંવાર ભેગ માટે આમંત્રણ કર્યું હતું, વિનંતિ કરી હતી. કેઈ રીતિએ શ્રી સ્થૂલભદ્રજીનું હૈયું પીગળે, એ માટે કેશા વેશ્યા જાતે જ નવનવી રસમય વાનકીઓ બનાવીને વહોરાવતી, કામેત્તેજક પદાર્થોને ખવડાવતી; રેજ અવનવાં વસ્ત્રો ને આભૂષણો સજતી; કશી પણ શરમ રાખ્યા વિના ચેનચાળા કરતી; ગાતી, નાચતી અને આખર થાકતી ત્યારે રેતી. આવા સંગોમાં પણ શ્રી સ્થૂલભદ્રજીનું એક રૂંવાડું ય ફરયું નથી. કારણ? એમની નજર એ બધા તરફ હતી જ નહિ, નજર હતી માત્ર ભગવાન શ્રી જિનેશ્વએ ફરમાવેલા માર્ગ તરફ. આથી તે કાજળની કેટડીને પણ ઉજ્વલ બનાવી શક્યા અને જેવા પડા હતા તેવા જ નિષ્કલંકપણે બહાર નીકળી શક્યા. પેલા મુનિ પણ જે ભગવાને કહેલા માર્ગની આરાધનાને જ લક્ષ્યમાં રાખી શક્યા હતા તે બચી શક્ત. એ વાત પણ ભૂલવા જેવી નથી કે-નિમિત્તોની અસર પણ