________________
પહલા ભાગ-શ્રી જિનસ્તુતે કાયોત્સર્ગમાંથી ચલિત કરી શક્યો નહિ, પરંતુ ભય પણ એમને મુંઝવી શક્યો નહિ. નહિતર આ કેવો વિષમ પ્રસંગ છે? કારમું કલંક લાગે અને અંતે કવથી પણ જાય.
રાણીની ડેને સાંભળીને, મહેલના પહેરેગીરે દોડી આવ્યા. શ્રી સુદર્શનને પકડીને એ પહેરેગીરે રાજાને બોલાવી લાવ્યા. રાજા આવીને રાણીને પૂછવાને બદલે શ્રી સુદર્શનને પૂછે છે કે-“શું બન્યું છે, તે કહે!'
રાજાને, રાણી કરતાં પણ શ્રી સુદર્શન ઉપર વધારે વિશ્વાસ છે, એમ આથી જણાઈ આવે છે, પણ શ્રી સુદર્શન કાંઈ જ બોલતા નથી. કેમ? એક તો કાયોત્સર્ગમાં છે અને બીજી વાત એ પણ છે કે–સાચી હકીક્ત કહેવાથી રાણીનું આવી બને તેમ છે. એક જીવના નાશના ભેગે જ પતે બચી શકે તેમ છે. પોતે નિર્દોષ છે, સર્વ દોષ માત્ર રાણીનો જ છે, છતાં પણ પિતાના નિમિત્તે રાણીની હિંસા થાય તેમ હોવાથી, તેવું નહિ થવા દેવાને માટે, પિતે મૌન રહીને, પિતાના થશન અને પિતાના જીવિતનો ભોગ આપવાનું શ્રી સુદર્શન પસંદ કરે છે. અહિંસક મનોવૃત્તિને આ કે સુન્દર નમુનો છે?
શ્રી સુદર્શન કાંઈ બોલતા નથી, એટલે રાજા પણ શ્રી સુદર્શનને દેષિત માનવાને પ્રેરાય છે. શ્રી સુદર્શનને દોષિત માનવાને પ્રેરાયા પછી તે, રાજાને પણ ઘણે ક્રોધ આવે છે. અત્યાચાર અને તે ય પોતાની રાણી ઉપર, એ સામાન્ય ગૂન્હ કેમ લાગે? રાજા પોતાના કર્મચારીઓને હુકમ કરે છે કે-આને શહેરમાં ફેરવીને, આના પાપની પૂરેપૂરી જાહેરાત કરીને, આને લીએ ચઢાવી દે !'