________________ આપણને મળેલી સામગ્રી તમને જે ધર્મ સામગ્રી મળી છે, તે ધમસામચીની સાચી કિંમતને તમે સમજી શકથા નથી, એટલે આજે તમે જે પરમ ભાગ્યને પામેલા છે તેના તમને ખ્યાલ આવતો નથી, પણ તમે જે ધર્મ સામગ્રીને પામ્યા છો, તે ધર્મ સામગ્રીની સાચી કિંમતને તમે જો સમજી શકે, તો તમને એમ જ લાગે કે " આખા જગતના માલિક બનવા જેવા ભાગ્યને જે પામ્યો છે, તેનું ભાગ્ય પણ મારા ભાગ્યની પાસે તુચ્છ છે !' અને તે સાથે, તમારામાં એ જાતિને મનોભાવ પણ જાગે કે મારે મારી આ જિદગીની પ્રત્યેક ક્ષણ સુદેવ, સુગુરુ અને સુધમની આરાધનામાં ખર્ચ નાખવી જોઈ એ. આ જિન્દગી ટૂંકી છે અને ભવાન્તરમાં આવી ધમસામગ્રી મળશે કે નહિ, તે હું જાણતા નથી; માટે આ જિન્દગીમાં હું કમથી કમ સુદેવ-સુગુરુસુધમની એવી આરાધના તો અવશ્ય કરી લઉં', કે જેથી ભવાંતરમાં પણ મને આવી સામગ્રી તે અવશ્ય પ્રાપ્ત થાય !" વિજયલ િધસિરિ, શારદા મુદ્રણાલય 4 પાના નાફા અમદાવાદ