Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 568
________________ ૫૫૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અવસ્થાઓમાં, આઠ પ્રાતિહા એ તારકોની સાથે જ રહે છે. અશોકવૃક્ષ, સુર પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને છત્ર–આ આઠ પ્રાતિહાર્યોથી યુક્ત જ ભગવાન શ્રી જિનેશ્વરદે હોય છે. આથી જ ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે હું એવા શ્રીમદ્ જિનેની પ્રયત્નપૂર્વક સ્તવના કરે છું, કે જેએ સર્વજ્ઞ પણ છે, ઈશ્વર પણ છે, અનન્ત પણ છે, અસંગ પણ છે, અ પણ છે, સાવય પણ છે, અમર પણ છે, અનીશ પણ છે, અનીહ પણ છે, ઈદ્ધ પણ છે, સિદ્ધ પણ છે, શિવ પણ છે, શિવકર પણ છે, કરણવ્યપેત પણ છે અને જિતશત્રુ પણ છે!” આવા ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવીને, નમીને અને વર્ણવીને હાલ તે આપણે પણ વિરામ પામીએ છીએ. સમજણમાં, સર્વથાણાનY વધાન સર્વથળો, ઉન જયતિ શાસન R.

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570