Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 547
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૫૩૫ જ્ઞાન હોય, તે એ ચીજ વહેલી મળે એવી ઈચ્છા જન્મ ખરી ? જ્ઞાનમાં ખામી હોય તે જ એવી ઈચ્છા જમે. આથી તમે સમજી શકે તેમ છે કે-જે આત્માઓને કશી પણ ખામી લાગે નહિ અને જે આત્માઓમાં અજ્ઞાન હોય જ નહિ, તેઓને કદી પણ ઈચ્છા જન્મ નહિ. આથી જ ભગવાન શ્રી જિનેશ્વરદે “અનીહ જ હોય, તે સ્વાભાવિક છે. અનીહ તરીકે સ્તવવાને હેતુ: • અનીલ એવા પણ ભગવાન શ્રી જિનેશ્વરને અનીહ તરીકે સ્તવવાને હેતુ શો? એ સૂચવવા કે-દુનિયામાં મનાતા બીજા દે અનીહ નથી પણ ઈહાવાળા છે અને એથી તેઓમાં સાચું દેવત્વ ઘટી શકતું જ નથી. સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિનું સંચાલન, સૃષ્ટિને પ્રલય, યુવતીઓની સાથે લીલા, એ વિગેરેનું દેવામાં આપણુ કરનારાઓએ, એમના માનેલા દેવ ઈહાવાળા જ છે, એવું સાબીત કરી આપ્યું છે, અને એથી એ કહેવાતા દે ખામીવાળા છે, અજ્ઞાનવાળા છે, મેહથી મુંઝાએલા છે-એવું પણ આપોઆપ સાબીત થઈ જાય છે. ભગવાન શ્રી જિનેશ્વરને અનીહ એવા વિશેષણથી સ્તવવા પાછળ, જગતના જીવની સમક્ષ અનીલપણાને આદર્શ જ કરવાને આશય છે, એમ પણ કહી શકાય. દુનિયા આખી ઈચ્છામાં મરી રહી છે અને ઈચ્છાને છોડનારી દુનિયા તરી રહી છે. પગલિક ઈચ્છા, એ દુર્થોન જ છે. એમાં કેઈન ભૂંડાની ભાવના ન હોય તે તે આર્તધ્યાન છે, નહિ તે રૌદ્રધ્યાન પણ છે. પગલિક ઈચ્છામાં જ રમણ કરતાં મૃત્યુ

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570