________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ શ્રી અનાથી મુનિના રૂપને પ્રભાવ:
સુન્દર રૂપમાં કેવી આકર્ષણશક્તિ છે, તે શું તમને બધાને અથવા દુનિયાના બીજા જીને સમજાવવાની જરૂર પડે તેમ છે? રૂપ નજરે ચઢે ને નજર રેગી ને બને, એવા કેટલા? માણસ જાતે રૂપાળા દેખાવાને કેટકેટલે પ્રયત્ન કરે છે? પિતે રૂપાળે દેખાય, એ માટે માણસ શરીરની અને શરીર ઉપરનાં વસ્ત્રાલંકારેની માવજત કેટલી કરે છે? શરીરે ખેડ હોય કે ડાઘ હેય, તે તે બીજાઓની નજરે ન ચઢી જાય, એની કાળજી માણસને કેટલી બધી હોય છે? માણસ પોતે જેમ રૂપાળ દેખાવા મથે છે, તેમ એની : નજર જ્યાં જયાં પડે, ત્યાં ત્યાં રૂપાળું દેખાય છે તે તેને ગમી જાય છે. રૂપનું આ આકર્ષણ છે. એ રૂપ સાથે જે. ત્યાગ હેય, તો એ રૂપથી પણ ત્યાગને મહિમા વધી. જાય છે. શ્રી વીતરાગને, ત્યાગીને રૂપાળા જેઈને, વીતરાગપણા તરફ-ત્યાગ તરફ આંકર્ષણ થાય છે. જે મુનિને શ્રી. આચાર્યપદે સ્થાપિત કરવાના હોય, તે મુનિમાં જેમ બીજી
ગ્યતાઓને જોવાનું શાએ કહ્યું છે, તેમ રૂપને જોવાનું પણ શાસ્ત્ર કહ્યું છે. કમથી કમ અંગેનું અખંડપણું આવશ્યક છે, એમ કહ્યું છે. ધર્મના મેગે જે રૂપ મળે છે અને રૂપવાળે જે ધર્મને સમર્પિત બન્યો હોય છે, તે તે ધર્મની અદ્ભુત પ્રભાવના કરી શકે છે. રૂપ આકર્ષે છે અને રૂપના આકર્ષણને કારણે રૂપવાળાનું બોલવું પણ મીઠું લાગે છે. આથી જ, ધમીજનોના રૂપની પણ પ્રશંસા કરવામાં આવે છે.
તમે શ્રી અનાથી મુનિનું દષ્ટાન્ત તે સાંભળ્યું હશે.