________________
૫૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એમનું રૂપ અપ્રતીમ હતું. અપ્રતીમ રૂપવાળા એમણે યુવાનવયે દીક્ષાને ગ્રહણ કરી હતી. એક વાર તેઓ રાજગૃહી નગરીની બહારના એક ઉપવનમાં કાર્યોત્સર્ગમાં રહ્યા હતા.
બરાબર એ જ વખતે મહારાજા શ્રેણિક ફરતા ફરતા એ સ્થળે આવી પહોંચ્યા. એ સમયે મહારાજા શ્રેણિક સમ્યકત્વને પામ્યા નહતા. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને એમને યોગ થયે નહે. આથી તેઓ તે સમયે તે ભેગસુખને ભેગવવા લાયક જ માનતા હતા.
' કાયોત્સર્ગમાં રહેલા શ્રી અનાથી મુનિવરને શ્રી શ્રેણિકે જોયા અને એવા જોયા તેવા જ એ થંભી ગયા, આશ્ચર્ય મૂઢ બની ગયા. એમને એમ થઈ ગયું કે-આવું રૂપ, આવું લાવય, આવું યૌવન અને ભેગને સંગ નહિ? ભગનાં સર્વોત્તમ ગણાતાં સાધનોનો ચુંગ હોવા છતાં પણ આ યોગ? લાવ પૂછું તે ખરે કે-આમણે આ અવસ્થામાં ભેગનો ત્યાગ અને વેગને સવીકાર ક્યા કારણે કર્યો છે?
આ વિચાર કરીને શ્રી શ્રેણિક તે મુનિવરની પાસે પહોંચ્યા. મુનિવરની પાસે પહોંચીને શ્રી શ્રેણિકે પહેલાં તે મુનિવરને નમસ્કારર્યા. ત્યાગનું એ સામર્થ છે કે–ભેગમાં જ સુખ માનનારો પણ ત્યાગીને હાથ જોડનારે બને છે. | મુનિવરે કાઉસગ્ગ પાળે, એટલે શ્રી શ્રેણિક રાજાએ મુનિવરને પૂછ્યું કે-“આ યુવાવસ્થામાં આપે દુષ્કર એવું આ વત કેમ આદર્યું છે? | મુનિવર કહે છે કે હું અનાથ છું, મારા ઉપર અનુકંપા કરે તે આ સંસારમાં કોઈ નથી, તેથી જ દુષ્કર એવા