________________
૫૪૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અનેકાનેકના મુખે નાથ તરીકે સંબંધિત હોય, તે માણસને કેઈ અનાથ કહે, ત્યારે તેને અતિ આશ્ચર્ય જ થાય ને? અને એવાને અનાથ કહેવાનું વીર્ય અને હૈયે, જૈન મુનિ સિવાયનામાં સંભવે પણ ક્યાંથી?
શ્રી શ્રેણિક કહે છે કે-આપનું કથન અસમ્બદ્ધ છે. અનેક હસ્તિઓ, અશ્વો, રશે અને સ્ત્રીઓ વિગેરેનું હું પાલન કરું છું, એટલે હું તેઓને નાથ છું; તે તમે મને અનાથ કેમ કહો છો ?'
મુનિવર કહે છે કે-“રાજન ! તમે અનાથ અને સનાથના મર્મને જાણતા નથી, માટે જ તમને આમ લાગે છે. એ વાત હું તમને મારા દષ્ટાન્તથી જ સમજાવું.” આમ કહીને મુનિવર પતે કેમ મુનિ બન્યા?” એનું વર્ણન કરે છે. - મુનિવર કહે છે કે-“કૌશામ્બીના રાજા મહીપાલને હું પુત્ર છું. મને એક વાર આંખની ભારે પીડા ઉપજી અને તેમાંથી મારા શરીરમાં દાઉજવર પેદા થે. મારી પીડા અસહા હતી. મારા પિતાએ મારી પીડાને દૂર કરવાને માટે ઉપચાર કરવામાં કમીના રાખી નહિ. અનેક મંત્ર-તંત્રવાદિએને અજમાવી જોયા. પિતાનું સર્વસ્વ આપતાં પણ જે કઈ મારી પીડાને દૂર કરનાર મળે, તે તે માટે મારા પિતા તૈયાર હતા, પરંતુ મારા દર્દના નિવારણમાં કોઈને ય કઈ ઉપચાર કાર્યગત નિવડ્યો નહિ. મારા પિતા, માતા, બ્રાતા, ભગિની અને ભાર્યો બધાં મારી પીડાને જોઈને રેતાં હતાં, પણ કઈ મારી પીડાને હરી શકતું નહોતું એ સમયે મને મારી અના થતાનું ભાન થયું. મારા દુઃખે મને જ્ઞાન આપ્યું. મને વિચાર
;
T