________________
૫૪
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ પણ આ વ્રતને મેં યુવાવસ્થામાં ગ્રહણ કર્યું છે.'
શ્રી શ્રેણિક કહે છે કે-આપ અનાથ છો એવી વાત, આપનું આ રૂપ વિગેરે જેતા, માન્યામાં આવે એવી નથી, છતાં પણ, તમે જે અનાથ હે તો તમારે નાથ થવાને તૈયાર છું. તમે ખૂશીથી યથેચ્છ ભેગેને ભેગ અને સામ્રાજ્યનું પાલન કરે !”
શ્રી શ્રેણિકનું આ કથન વિચારવા જેવું છે. કોઈ માણસ આધાર વિના દુઃખી થતું હોય, તે તેને આધાર આપવામાં જ માણસાઈ છે, એવું શ્રી શ્રેણિક મિશ્ચાદષ્ટિ હોવા છતાં ય સમજતા હતા. મુનિવરે કાંઈ લાચારી બતાવી નથી, પણ લાચારપણે કઈ કષ્ટ વેઠે તે તે શ્રી શ્રેણિકને અણગમતું હતું. એ અણગમતું પણ માત્ર વાત કરવા પૂરતું નહોતું, પણ લાચારને મદદ કરવાની તૈયારીવાળું હતું. તમને કેઈ જૈન ભાઈ પણ દુઃખી દેખાય, ત્યારે આવી રીતિએ તેને સહાયક થવાનું મન થાય છે કે નહિ, તેને વિચાર તમે જ કરી લેજે.
મુનિવર કહે છે કે-“રાજન્ ! તમે પોતે જ જયાં અનાથ છે, ત્યાં વળી તમે મારા નાથ શી રીતિએ બની શકશે?
જૈન મુનિએ આવા ત્યાગી હોય છે. ભેગસામગ્રીના એવા ત્યાગી કે–સામેથી કેઈ આપવા આવે, તે પણ તે લે જ નહિ. જૈન મુનિઓને ત્યાગ એ લાચારને, દીનનો - ત્યાગ નથી હોતે. - શ્રી શ્રેણિક તે મુનિવરના કથનને સાંભળીને આશ્ચર્ય.
મગ્ન બની જાય છે. અંદગીમાં એને આવું સંભળાવનારા આ - પહેલા જ હતા. એક દિવસમાં પણ જે અનેકાનેક વાર