________________
૫૪૮.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ટીકાકાર આચાર્યભગવાન, એ તારકોને અગીઆરમા વિશેષણ દ્વારા “સિદ્ધી તરીકે સ્તવે છે. સિદ્ધ શ૦૬, સામાન્ય રીતિએ, પિતપતાનાં આઠેય કર્મોને ક્ષીણ કરી નાખીને મુક્તિને પામેલા આત્માઓને માટે વપરાય છે. શ્રી નવકાર મંત્રમાં નમો સિદ્ધાણં બેલીને જે શ્રી સિદ્ધભગવાનોને નમસ્કાર કરાય છે, તે શ્રી સિદ્ધભગવાન તરીકે પિતપતાનાં આઠેય કર્મોને સર્વથા ક્ષીણ કરીને મુક્તિને પામેલા આત્માઓને જ સમજવાના છે; પરન્તુ અહીં વિશેષણ તરીકે વપરાએલા સિદ્ધ' શબ્દને એ અર્થ કરવાનું નથી, કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે તે ચાર અઘાતી કર્મોએ સહિત હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એટલે ભાવ અરહિંતે તે,
જ્યારથી એ તારકે કેવલજ્ઞાનને ઉપાજે ત્યારથી તે મુક્તિને પામે ત્યાં સુધી જ કહેવાઈ છે. આથી અહીં વપરાએલું સિદ્ધ વિશેષણ ભગવાન શ્રી જિનેશ્વરની કૃતકૃત્યતાનું જ સૂચક છે એમ સમજવાનું છે. કરવા લાયક બધું જેમણે કરી લીધું હોય અને એથી જેમને પિતાને કરવા લાયક કાંઈ પણ બાકી ન હોય, તેમને કૃતકૃત્ય કહેવાય છે. શિવ તરીકેની સ્તવના :
હવે ટીકાકાર આચાર્યભગવાન, બારમા વિશેષણ દ્વારા, ભગવાન શ્રી જિનેશ્વરદેવને શિવ તરીકે સ્તવે છે. શિવ તે કહેવાય, કે જે ઉપદ્રવરહિત હેય. રેગાદિક કઈ પણ વસ્તુ ભગવાન શ્રી જિનેશ્વરદેવેને ઉપદ્રવ કરી શકતી નથી. પ્રખર મિયાત્વીએ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવને ઉપદ્રવ કરી