________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૫૫૩
પાંચાને એ તારકા પોતાના આત્માના જ્ઞાનગુણુ માત્રથી જ જાણનારા હાય છે. ઈન્દ્રિયાની સહાયથી થતું જ્ઞાન વિપરીત પણ હાઈ શકે, જ્યારે આત્માના કેવળ જ્ઞાનગુણુથી જ થતું જ્ઞાન યથાતથ્ય જ હાઈ શકે, ભગવાન શ્રી જિનેશ્વરઢવાનું જ્ઞાન આવું સર્વોત્તમ કોટિનું હોય છે અને એથી એ તારકાના ઉપદેશ એકાન્તે વિશ્વસનીય જ છે, એવું સૂચન કરવાને માટે અહી” ભગવાન શ્રી જિનેશ્વરદેવાને ‘ કરણવ્યપેત ’ j તરીકે સ્તવવામાં આવ્યા છે.
જિતરિપુ તરીકેની સ્તવના :
પંદર વિશેષણા પૈકી પંદરમું એટલે છેલ્લું ‘જિતરિપુ’ એવું વિશેષણ છે. જિતરિપુ એટલે પુને જીતેલા, ભગવાને કયા રિપુઓને જીત્યા હતા ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્મા જ્યારથી શ્રી તીથંકર-નામકર્મને નિકાચિત કરે છે, ત્યારથી તા એ તારકાનું પુણ્યબળ એવું હાય છે કે—એ પુણ્યપુરૂષાના રિપુ ખનવાની કોઈ હિંમત જ કરી શકે નહિ. કોઈ એમના શત્રુ બની શકે નહિ અને અને તેા ટકી શકે નહિ. આવા પુણ્યવાનાને પણ શત્રુઓને જીતવા પડે છે, પણ તે આન્તરિક શત્રુઓને ! કાઈ પણ જીવના ખરેખરા શત્રુઓ કોઈ હાય, તે તે આન્તરિક શત્રુઓ જ છે. પેાતાના આન્તરિક શત્રુઓને ક્ષીણ કરનારને બાહ્ય શત્રુઓને ક્ષીણુ કરવા પડતા નથી, પણ તેના બાહ્ય શત્રુઓ આપેાઆપ ક્ષીણ થઈ જાય છે. જેને આન્તરિક શત્રુએ હાતા નથી, તેને માહ્ય શત્રુઓ તા હોતા જ નથી. બાહ્ય શત્રુઓ તેને જ હોય છે, કે જેના