Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 563
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ - ૫૫૧ વિશેષણના વર્ણનના પ્રસંગમાં કાંઈક વિસ્તારથી વિચારી આવ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદે મોક્ષમાર્ગના પ્રકાશક હોવાના કારણે તે શિવંકર છે જ, પરંતુ એ તારકેના પ્રભાવથી પણ જેને માટે એ શિવકર નિવડે છે. ભગવાન નને અતિશય એવો પણ હોય છે કે જયાં ભગવાન વિરાજતા હોય, ત્યાં ઉર્વ દિશામાં પણ સાડા બાર યોજન સુધી અને અદિશામાં પણ સાડા બાર જન સુધી તેમજ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ-એ ચારે ય દિશાઓમાં પચીસ પચીસ જન સુધી કેઈ પણ જીવને રેગ થતું નથી. વળી એ તારકે જ્યાં વિરાજતા હોય છે, ત્યાં પરસ્પર વેરભાવ પેદા થતું નથી, ઉંદર, તીડ આદિ અનાજને ઉપદ્રવ કરતા નથી; રોગચાળાથી સામટાં મરણે થતાં નથી, અતિવૃષ્ટિ પણ થતી નથી, અનાવૃષ્ટિ પણ થતી નથી; અને દુકાળ પડતું નથી. આથી પણ એ તારકોને “શિવકર” તરીકે સ્તવી શકાય. વળી ભગવાનને અંગે કરાતા બલિમાં પણ અજબ જે પ્રભાવ હોય છે. સમવસરણમાં વિરાજમાન ભગવાન પહેલી પિરિસીની ધર્મકથા પૂર્ણ કરે છે, તે વખતે ચક્રવર્તી આદિ વિધિપૂર્વક છડેલા, વણેલા, અખંડ અને તરાડ વિનાના ઉત્તમ જાતિના ચેખાઓ ભગવાનને વધાવતા હોય તેમ આકાશમાં ઉછાળે છે. એ ચખાઓમાંથી અડધે ભાગ દે જ આકાશમાંથી ને આકાશમાંથી લઈ લે છે; બાકીના અડધા ભાગના ચોખામાંથી અડધે ભાગ ચક્રવર્તી કે રાજા આદિ લે છે અને શેષ અડધે ભાગ લેકે લે છે. આ બલિના ચેખાઓને એ પ્રભાવ હોય છે કે-તેમાં એક પણ ચાખે

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570