________________
૫૪૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તમે નાથ બન્યા છે. તમારા જેવા મહામના મુનિવરને મેં લેગેને ભેગવવાને માટેનું આમંત્રણ કર્યું, તે મારે અપરાધ થયે, તે આપ તે માટે ક્ષમા કરે.” . આમ કહીને અને વારંવાર વંદનાદિ કરીને, શ્રી શ્રેણિક રવાના થયા. આપણે મુદ્દો તે એ છે કે-રૂપ આવી રીતિએ ધર્મનું પ્રભાવક પણ નિવડી શકે. રૂપસંપન્ન જે ધર્મ સંપન્ન હોય, તે તે અનેક ભેગીઓને ત્યાગીઓ બનાવી શકે છે અને ભોગમાં સુખ માની બેઠેલાઓને ત્યાગમાં જ સાચું સુખ છે, એવું માનનારા બનાવી શકે છે. ભગવાનનું રૂપ ગવને ગાળનારૂ નિવડે છેઃ - ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું રૂપ તે, અને કોના ગર્વને ગાળી નાખનારું પણ બને છે. પરાક્રમ, વિભવ આદિ વસ્તુઓ * જેમ અજ્ઞાન આત્માઓમાં ગર્વને પેદા કરે છે, તેમ રૂપસંપત પણ અજ્ઞાન આત્માઓમાં ગર્વને પેદા કરે છે. ભગવાનનું રૂપ એવું અનુપમ હોય છે કે-એ તારકના રૂપને જોતાં જ ગમે તેવા રૂપવાળાને પણ એમ લાગે કે-આમની પાસે હું કાળી શાહી જે છું. આ ઉપરાન્ત, ઉન્મત્ત બનીને ભગવાનને સામને કરવાને માટે આવેલાઓ પણ, દીપ્તિમાન ભગવાનને જોતાંની સાથે જ, ઉપશાન્ત થઈ જાય છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધરદેવ બનેલા શ્રી ઈન્દ્ર ભૂતિ બ્રાહ્મણ, જયારે ભગવાનની પાસે આવવાને નીકળ્યા હતા, ત્યારે કેટલા ઉન્મત્ત બનીને નીકળ્યા હતા અજાણ્યાને એમ જ લાગે કે- આ જઇને ભગવાનને ચપટીમાં જ ચાળી