________________
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ
- ૫૫ આવ્યું કે-“આ અનાદિ સંસારમાં મેં આના કરતાં પણ અધિક વેદનાએ અનેક વાર સહન કરી હશે; તે છતાં પણ આજે હું આટલી વેદનાને ય સમભાવે સહી શકતું નથી, તે પછી આ સંસારમાં આગામી કાળમાં આવનારી વેદનાઓને હું કેમ સહન કરી શકીશ?માટે મારે તે આ વેદનાએના મૂળ કારણને જ વાત કરી નાખવું જોઈએ. આ વિચાર આવતાં, મેં નિર્ણય કર્યો કે-જે ક્ષણ વાર પણ આ વેદનાઓથી હું મુક્ત બનું, તે તરત જ દીક્ષા લઈ લઉં, કે જેથી હું ક્ષીણુકમાં બની શકે અને એથી મારે આગામી કાળે વેદનાઓને સહન કરવાને વખત જ આવે નહિ.” રાજન ! આ નિર્ણય કરીને હું જરા ઉંધી ગયે, ત્યાં તે મારી વેદનાઓ શમી ગઈ. એથી મને ખાત્રી થઈ ગઈ કે-“આત્મા પિતે જ પોતાને સાચે નાથ બની શકે છે. નાથ તે કહેવાય, કે જે યોગ અને ક્ષેમ કરનાર હોય, અને આત્માને ચોગ અને ક્ષેમ કરનાર આત્મા પોતે જ છે.” આથી સવારે ઉઠીને મેં મારાં સવજનેને મારી હકીકત સમજાવી અને તેઓ પણ મારી વાતમાં સંમત થયાં. એ પછી તરત જ મેં આ ચારિત્રને સ્વીકાર કર્યો.” | મુનિવરના મુખે મુનિવરના પૂર્વજીવનની હકીકતને સાંભળીને, શ્રી શ્રેણિક રાજાને ઘણે આનંદ થયો. શ્રી શ્રેણિકે ભક્તિભર હૈયે હાથ જોડીને મુનિવરને કહ્યું કે “તમે સનાથ અને અનાથનું જે રહસ્ય કહ્યું, તે બરાબર છે. તમારૂં જ મનુષ્યપણું સફલ છે. સંચમને સેવતા તમે તમારા સાચા નાથ બન્યા છે, તેમ સ્થાવર અને જગમ એવા અનાથ પ્રાણિઓના પણ
હર