________________
૫૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા
થઇ શકે? ભગવાનને અગરચના ભગવાન માટે નથી કરવાની, આપણે માટે કરવાની છે. એમની સેવા કરવાને ઉત્સુક બનશે, તેા એ અલિપ્તની સેવાથી તમે અલિપ્ત થશે. ભગવાનની ભક્તિ કરો. ઉંચામાં ઉંચી ચીજો તેમના ચરણે ચઢાવા, તે મરણોથી બચી જશેા. ‘વીતરાગને ઠઠારા મઠારા શા ’-આવું ખાલનારને શાસનનું ભાન નથી. ભક્ત ભક્તિ કરે, તેમાં શ્રી વીતરાગની વીતરાગતાને વાંધે શાના આવે? કાઇ તર્ક કરે કે-એમના ઉપદેશ વીતરાગતાના પાષક છે, તે સરાગતાનાં પેાષક તત્ત્વાથી તેમને કેમ પૂજાય ?” આવે તર્ક કરનારાઓને કહેવું કે શ્રી વીતરાગને ચઢેલાં સરાગતાનાં પાષક તત્ત્વા પશુ વીતરાગતાનાં પાષક બની જાય છે. ‘આવા ચમકતા ક્રમકતા ચહેરાવાળા ભગવાને પણ વિષયાન લાત મારી; વિષયાના વિરાગને જ જીવનમાં વણ્યા; આવા રૂપમાં પણ ભગવાને ભાગની ભાવનાને આવવા દીધી નહે અને ત્યાગની ભાવનાને જીવનમાં ઉતારીને જીવનને અજવાળ્યું.’-આવી બધી ભાવનાઓ વીતરાગપણાની પાષક છે. તે આંગીથી ખતાવી શકાય છે, બતાવાય છે. આંગી વીતરાગપણાની શેાષક છે જ નહિ. ભગવાનના ઈદ્ધ વિશેષણુને ભગવાનની પ્રતિમાની આંગી પણ સિદ્ધ કરે છે. જેએ આંગીમાં વાંધા કાઢે છે, તેમના હૈયામાં વસ્તુતઃ વસ્તુપ્રેમના જ વાંધા છે. ‘એવું હ્રદય ભક્તિમાં ભળતું નથી પણ ખીજે ઢળે છે અને તેથી જ એવાં હૃદયામાંથી કઈ કંઈ તુક્કાઓ નીકળે છે. ભગવાનની ભક્તિ તેઓને ફળે છે, કે જેએનું હૈયું ભક્તિમાં સમર્પિત થઈને ઢળે છે.