________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૫૩૯ નકામું છે, તેજ નકામું છે એમ કહેનારાએ ફેજ કરે જોઈએ. બાહ્યા અંધકારને પણ રૂ૫ જ, તેજ જ હરે છે. રાત્રિએ અન્ધકારમાં ગભરાટ ન થાય, મુંઝવણ ન થાય, એ માટે દીવાની જરૂર પડે છે ને ? દીવ અન્ધકારના ચેપગે જન્મતી મુશ્કેલીઓને દૂર કરે છે અને જોઈતી ચીજ બતાવે છે. એ તેજ દુનિયાની ચીજોને દેખાડે છે, ત્યારે આ તેજ પ્રવચનશ્રવણાર્થ-દર્શનાર્થે આકર્ષક વસ્તુ છે. આંગી વીતરાગતાની શેષક નથી:
ભગવાનને ભવ્ય ચહેરે ભવ્યને લહેરે આપનાર બને છે. ત્રણ લેકના નાથને ચહેરા એ હતું કે-તે વખતના ભાગ્યવંત ભવ્ય નિરખી નિરખીને લહેરે લેતા હતા. તેની ઝાંખી કરવા ભગવાનની આંગી બનાવાય છે. ભગવાન વીતરાગ હોય છે, માટે એમના બિસ્મને આંગી શા માટે? –આવું કહેનારા મૂર્ખ છે. સ્વયં ભગવાન પિતે, શ્રી વીતરાગ પતે જ દેવરચિત મણિરત્ન–સુવર્ણના કાંગરાવાળા ત્રણ ગઢની વચ્ચે રચાએલા સુવર્ણમય સિંહાસન ઉપર વિરાજમાન થઈને દેશના દેતા હતા. ત્યાં વીતરાગપણને હાનિ ન આવે? માખણ જેવાં મુલાયમ સુવર્ણકમલે ભગવાનને પગ મૂકવાને માટે ગોઠવાયે જ જાય, અને ભગવાન એ કમલે ઉપર પગ મૂકીને જ ચાલે, ત્યાં વીતરાગપણાને હાનિ ન આવે? જે ત્યાં વીતરાગપણાને હાનિ ન આવે એવું આપણે માનીએ છીએ, તે પછી આંગીમાં, પ્રભુની પ્રતિમાજીની અંગરચનામાં, પ્રભુના વીતરાગપણામાં વાંધો આવે, એવી વિચારણા પણ કેમ જ