________________
પાલે ભાગ શ્રી જિનસ્તુતિ
૫૭ અતિશયે હોય છે. ભગવાનના એ ચાર અતિશયોમાં પહેલે અતિશય દેહ સંબંધી હોય છે. કહે છે કે"तेषां च देहोऽद्भुतरूपगन्धो, निरामयः स्वेदमंलोज्झितश्च "
" એ તારકને દેહ અભુત રૂપ તથા અદભુત ગંધવાળે હોય છે તેમજ નીગી અને પરસેવાના મેલથી રહિત જ હોય છે. નીરોગી, નિર્મલ અને અદ્દભુત રૂપવાળી કાયા કેવી દીપ્તિમાન હોય? આ પ્રતાપ શ્રી તીર્થંકર-નામકર્મના યોગને જ છે. એ તીર્થંકર-નામકર્મને જ્યારે વિપાકેદય થાય, ત્યારે તે એ તારકેની દીપ્તિ એટલી બધી વધી જાય છે કે અનેક સૂર્યોનું તેજ ભેગું થાય, તે પણ આ તેજની તોલે આવી શકે નહિ, એવું તેજ એ તારકેના મુખ ઉપર વિલસે છે. હવે એ મુખની સામે જોઈ શકાય શી રીતિએ? એક સૂર્યની સામે પણ માણસેથી જોઈ શકાતું નથી. સૂર્યની સામે તે જોઈ શકાતું નથી જ, પણ સૂર્યના વિમાનની સામે પણ જોઈ શકાતું નથી. આપણને જે દેખાય છે, તે સૂર્ય નથી દેખાતે પણ સૂર્યનું રત્નમય વિમાન દેખાય છે. એ વિમાનની સામે પણ ટગર ટગર સ્થિરતાથી જોઈ શકાતું નથી, તે પછી અનેક સૂર્યોના એકત્રિત રૂપ જેટલું રૂપ જે મુખ ઉપર ઝળહળતું હેયતે શ્રી જિનમુખને જોઈ શકાય શી રીતિએ? આથી જ, દેવે ભગવાનના મુખની પાછળ ભામંડળ બનાવે છે. દે ભામંડળ બનાવે છે, તેમાં પણ પ્રભુને અતિશય છે. એ ભામંડલમાં પ્રકાશ પ્રતિબિમ્બિત થવાથી, ભગવાનના મુખને જોઈ શકાય છે. ભગવાનના રૂપને ખ્યાલ આપતાં, ઉપકારિઓ ફરમાવે છે કે-બધા ય દેવે પોતપોતાની રૂપનિર્માણની શક્તિને
5
3 Ni ,