________________
૧૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
તે શુ' સદેહે જીવવાની ઈચ્છાથી વેદાય છે ? જીવવાની ઇચ્છા ન હોય તા જીવાય જ નહિ ? એવું નથી. જીવવાની ઇચ્છા હોય કે ન હોય, તે પણ આયુષ્યકમ વેદાય છે, તેમ જશ્રી - તીર્થંકર-નામકમ પણ એને વેઢવાની ઈચ્છા વિના જ વેદાય છે.’ વળી કાઈ કહેશે કે—‘ભગવાન અમુકના ઉપકારને માટે વિહાર કરે છે અથવા કાઇને વિહાર કરાવે છે, તેા તે શું ઇચ્છા વિના ?” તેા કહેવું કે હા, તે પણ ઈચ્છા વિના જ. શું બનવાનું છે અને જે બનવાનું છે તે કેમ બનવાનું છે, તે એ તારકા જાણે જ છે. પેાતે કેમ વિહરવાના છે અને પેાતે અન્યને કેમ વિહરાવવાના છે, એ પણ એ તારકા જાણે જ છે. આથી, હું આ કરૂં અગર હું આમ કરાવું–એવી ઇચ્છા પણ એ તારકામાં જન્મે જ નહિ.’ ઇચ્છા તેા તેને જ હાય, કે જેનામાં અજ્ઞાન હોય. રાગ, દ્વેષ અને માહનો ક્ષય કરી ચૂકેલા ભગવન્તાને કદી પણુ ઈચ્છા હોય જ નહિ. તમે જ તમારી ઈચ્છાઓનાં કારણેાનો વિચાર કરા. તમને જ્યારે જ્યારે ઇચ્છા થાય છે, ત્યારે ત્યારે તે ઈચ્છા શામાંથી ઉદ્ભવે છે ? તમારી પાસે જે નથી અને જેની ખામી તમને ખાસી રૂપે લાગી, તેની જ તમને ઈચ્છા થાય ને ? શરીર તમારૂં છે, તેા કદી એવી ઈચ્છા થાય છે ખરી આ શરીર મારૂં અને તે સારૂં ? નહિ જ. જે અશકય હોય છે, જે અશકય જ છે એવી તમારી પૂરેપૂરી ખાત્રી છે, એની પણ ઈચ્છા થાય છે ? નહિ જ ત્યારે ખામી લાગે અને સાથે અજ્ઞાન હોય તા જ ઈચ્છા જન્મે ને? તમને કૈાઈ ચીજ અમુક વખતે જ મળવાની છે, તે પહેલાં ચ નથી મળવાની ને તે પછી ય નથી મળવાની, આવું તમને જો સુનિશ્ચિત