Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 545
________________ S પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૫૩૩ છે. આથી કહેવાય છે કે બારમા ગુણસ્થાનકને પામનારા આત્માને મોક્ષની ઈચ્છા પણ રહેતી નથી. “જે મોક્ષે જ તમો ગુનઃ એવી દશા પ્રાપ્ત થઈ જાય છે. કેવલજ્ઞાન પામ્યા પછી તો આત્માને, માત્ર જેટલું આયુષ્યકર્મ બાકી હોય, તેટલો વખત દેહધારી રહેવું પડે છે એટલું જ. એ જાણતા હોય છે કે હું મુક્તિને પામવાનો છું અને તે અમુક સમયે જ એ સમયની પહેલાં પણ નહિ જ અને એ સમયની પછી પણ નહિ જ! આવા જ્ઞાનવાનને મેક્ષની ઇચ્છા પણ સંભવે કેમ? કેઈ કહેશે કે ભગવાન, પોતે ભલે કૃતકૃત્ય બની ગયા પરન્તુ એ તારકમાં અન્ય જીને તારવાની ઈચ્છા તે હોય ને ?” તે કહેવું કે-એવી ઈચ્છા પણ ન હય, કેમ કેજીવ તરવાનો છે અને કર્યો જીવ તરવાનો નથી, કો જીવ હમણાં તરવાનો છે અને કો જીવ પછી તરવાનો છે, ક જીવ કેવા નિમિત્તે તરવાનો છે અને કયે જીવ કેવા પુરૂષાર્થથી તરવાનું છે, એ વિગેરે સર્વ એ તારો યથાસ્થિતપણે જાણતા જ હોય છે તેમજ “એમાં કાંઈ પણ ફેરફાર થઈ શકે જ નહિ”—એમ પણ એ તારકે જાણતા જ હોય છે. એટલે એ તારમાં અન્ય જીવોને તારવાની ઈચ્છા પણ જન્મે જ શી રીતિએ?” કોઈ કહેશે કે તે પછી ભગવાન દેશના દે છે, તે કેમ ? તે કહેવું કે–“ભગવાન દેશના દે છે, તે પણ કઈ ઇરછાને વશ થઈને, મનની કઈ અભિલાષાને પાર પાડવા ખાતર દેશના દેતા જ નથી. શ્રી તીર્થકર-નામકર્મના વિપાકેદયનું જ એ પરિણામ છે. એ તારકે જાણે છે કે-શ્રી તીર્થકરનામકર્મ આ રીતિએ વેઠાય છે. જેમ આયુષ્યકમને વેદાય છે,

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570