________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૫૩૧ છીએ, ઈશને સ્તવીએ છીએ, તે પણ શા માટે? સ્વામીસેવક ભાવમાંથી મુક્ત બનીને તદ્દન સ્વતન્ત્ર બનીએ, એ માટે જ ! કેઈ આપણે ઉપરી ન હોય, કેઈ આપણાથી અધિક ન હોય, એવી અવસ્થાને કેણ ઈચ્છતું નથી? પણ એ અવસ્થા ક્યારે સંભવે? મુક્તિને પામ્યા સિવાય એ અવસ્થા સંભવતી નથી, એટલે મુક્તિને પામવાને માટે ઈશની ભક્તિ આદિ આવશ્યક છે. આથી એટલી વાત તે સિદ્ધ થાય જ છે કે-અનીશપણું, એ જીવ માત્રને ગમતી ચીજ છે અને ઈશની ભક્તિ આદિ કરનારાઓ પણ એ અનીલપણાને પામવાને માટે જ ઈશની ભક્તિ આદિ કરે છે. જગતના જીને જે સાચું અનીશપણું ક્યાં સંભવે છે અને જ્યાં અનીશપણું સંભવે છે ત્યાં પહોંચવાને વાસ્તવિક માર્ગ કર્યો છે, એને ખ્યાલ આવી જાય, તે તે ઘણું કામ થઈ જાય; એટલે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવને અનીશ તરીકે સ્તવવા દ્વારા પણ, જગતના જીવ સમક્ષ અનીશપણાને પામવાનો આદર્શ ખડો કરવામાં આવે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનીશપણે સાધના કરીને શ્રી સિદ્ધિપદને પામે છે, જ્યારે અન્ય આત્માઓ ઈશના આશ્રયે સાધના કરીને શ્રી સિદ્ધિ પદને પામે છે. શ્રી સિદ્ધિપદને પામ્યા પછી તે સૌ કેઈ અનીશ જ હોય છે. ૧૨. ભગવાનની અનીહ તરીકે સ્તવના ઈહિ માત્રથી રહિત
હવે નવમું વિશેષણ છે–અનીહ. આઠમા અને નવમા