________________
E
પહલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૫૫
અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પ્રારંભમાં મંગલનું આચરણ કરી રહ્યા છે. મંગલની આચરણ કરીને તેઓ સંભવિત વિદ્ધદળનું વિદારણ કરવાને ઈચ્છે છે. આથી તેઓશ્રી મંગલાચરણને માટે શ્રી જિનસ્તુતિ કરે છે. સર્વ વિદનેને વિદારનાર અને સર્વ દુરિતને દળનાર શ્રી જિનસ્તુતિ છે. શ્રી જિનસ્તુતિને કરનાર આત્મા, પિતાનાં ચારેય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખનારે પણ બની શકે છે. સર્વ વિદોનું મૂળ ચાર ઘાતી કર્મો જ છે. મહાનમાં મહાન વિદને આ ચાર જ છે. આમ તે હજારે, લાખે અને અનન્તાં વિદને પણ જૂદી જુદી અપેક્ષાએ ગણી શકાય; પરન્તુ આત્માના ગુણને ઘાત કરી શકે એવાં સઘળાં ય વિદ્ગોને સમાવેશ ચાર ઘાતી કર્મોમાં થઈ જાય છે, એટલે ખરાં વિદનો તે આ ચાર ઘાતી કર્મો જ છે. આ ચાર વિઘ્નો જે ઠાર થઈ જાય, તે આત્માની ચાર મહા શક્તિઓ પ્રગટી જાય અને સંસારના પારને પામી જવાય. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકનારૂં છે, દર્શનાવરણીય કર્મ દર્શન-સામાન્ય જ્ઞાનને રેકના છે, મેહનીય કર્મ સમ્યગ્દર્શન તથા સમ્યફચારિત્રને રેકનારું છે અને અંતરાય કમ વીર્યોલલાસ, દાન, ભેગ, ઉપભેગ અને લાભને રેકનારે છે. આ ચાર કર્મોને ઘાતી કર્મો કહેવાય છે, કેમ કે-આ ચાર કર્મો આત્માના સવાભાવિક અનંતજ્ઞાનાદિ ગુણો ઉપર એક ભારે ઢાંકણા સમાન છે. જેમ દીપક ગમે તેટલે પ્રકાશવતે હેય, એને પ્રકાશ ઘણે દૂર સુધી પહોંચી શકે તે હોય, પરંતુ એના ઉપર જે ઢાંકણ આવી જાય છે, તે એને પ્રકાશ પ્રસાર પામી શકતો નથી, તેમ આત્મામાં રહેલા