________________
-
-
-
-
ન પર
પહેલો ભાગ- નિસ્તુતિ વક્તાની અનેક ફરજોમાંની એક મુખ્ય ફરજ છે. સૂત્રમાં કહેવાએલી વાતને વિસ્તીર્ણ કરીને, શ્રોતાઓને બુદ્ધિગમ્ય બનાવવી-એ જેમ વક્તાની અનિવાર્ય ફરજ છે તેમ સૂત્રમાં કહેવાએલી પ્રત્યેક વાતને વિષે શ્રોતાઓને શ્રદ્ધાળુ બનાવવા –એ પણ વક્તાની અનિવાર્ય ફરજ છે. સમાજનું સાચું પરિણામ શ્રદ્ધા વિના આવી શકતું જ નથી. શ્રદ્ધા અને તે જ સમજ આચરણમાં પરિણમે. શ્રદ્ધા વિનાની સમજ આત્માને
સ્પર્શનારી નિવડે નહિ. આથી તમને પહેલાં શ્રદ્ધાળુ બનાવિને, પછી જ તમને સૂત્ર સંભળાવવું જોઈએ. શ્રદ્ધાના યોગે
સૂત્રનું શ્રવણ બહુમાનપૂર્વક, પ્રેમપૂર્વક થાય; એટલું જ નહિ, પણ સૂત્રના તાત્પર્યાર્થીને પામવામાં પણ શ્રદ્ધા ઘણું સહાથક નિવડે. મતિની મન્દતાથી સૂત્રાર્થને ઝટ ખ્યાલ ન આવે, તે પણ સૂત્રાર્થને સમજવાને જ પ્રયત્ન કરવાનું મન થાય, પણ “આ વાત તે બરાબર લાગતી નથી—એ વિચાર સરખે ય ઉદ્દભવે નહિ. આ હેતુથી, તમને શ્રદ્ધાળુ બનાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. શ્રોતાઓને શ્રદ્ધાળુ બનાવવાને માટે શું કરવું જોઈએ? સૂત્રમાં જેમનાં વચનનું નિરૂપણ હોય, તેમના પ્રત્યે શ્રોતાઓના હૈયામાં એ ભાવ પેદા કરવું જોઈએ કે-“આ જે કાંઈ કહે તે સાચું જ કહે અને હિતકર જ કહે.” આ શ્રી ભગવતીજી સૂત્રમાં કેનાં વચનનું નિરૂપણ કરાએલું છે? પાંચમા ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજી તે આ સૂત્રના પ્રણેતા છે, પરંતુ એ ગણધરભગવાને આ સૂત્રમાં નિરૂપણ તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માનાં વચનેનું જ કર્યું છે ને? ભગવાન શ્રી મહાવીર પરમાત્મા