________________
૫૨૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને માર્ગનું પાલન પણ આત્મસાક્ષીએ જ કરે છે અને તે કેઈન બતાવેલા માર્ગના આલંબનથી નહિ, પરંતુ પિતાના જ્ઞાન બળથી નક્કી કરેલા માર્ગે જ સંયમપાલન કરે છે. એ તારકે બાપકમાઈવાળા હોતા નથી, પણ આપકમાઈવાળા જ હોય છે અને એથી જ એ જ તારકે “અનીશ' તરીકેની સ્તવનાને પણ યોગ્ય જ હોય છે. ભગવાનની યોગ્યતાની પ્રધાનતાઃ
આ તે અનિત્તમ ભવની વાત છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વર તે સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પણ સ્વયંસંબુદ્ધ” હોય છે. એ તારકોના આત્માઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવામાં સદ્દગુરૂનો ઉપદેશ નિમિત્ત હોય, તે પણ એ પવિત્રામાએ પિતાની યોગ્યતાના પ્રકર્ષથી જ સમ્યગ્દર્શન ગુણને પામ્યા, એમ કહેવાય છે કારણ કે-એ પુણ્યાત્માઓની ગ્યતા અજોડ હોય છે. જેમાં બે માણસને માથે મહા આફત આવી હોય તેમાં એકને સામાન્ય સહાય મળી જાય તે ય બચી જાય અને બીજાને બચાવવાને માટે ઘણી સહાય કરવી પડી હોય, ત્યારે પહેલાને માટે લેકમાં પણ એમ કહેવાય છે કેએ એના પુણ્યથી જ બચી ગયું અને બીજાને માટે એમ કહેવાય છે કે-એને અમુકે બચાવી લીધો. બે ય જણ બચ્યાં તે પે પિતાના પુણ્ય વિના બચ્યા નથી જ, પરંતુ લોક સામાન્ય સહાય અને વિશેષ સહાય વચ્ચેનું પૃથકકરણ કરે છે. મધ્ય દરીયે કોઈનૌકા તૂટે, તે તે વખતે એને કઈ નાવડીમાં લઈને બચાવી લે છે, તે તેને માટે એમ કહે