________________
૫૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અર્થ કર્યો એમ કહેવાય અને “સંઘ છે પતિ જેમને એવા એવો અર્થ કરીએ, તે તે બહુવીહી સમાસ દ્વારા અર્થ કર્યો એમ કહેવાય. સમાસ ફરવાથી અર્થ ફર્યો અને અર્થ ફરવાથી માટે લાગતા શબદ જ મીઠે લાગ્યો. અનીશને અર્થ :
અહીં તે આપણે અનીશ શબ્દના અર્થનો પ્રસંગ છે. તપુરૂષ સમાસ દ્વારા અનીશ શબ્દનો અર્થ કરીએ, તે અનીશ કહેવાથી ભગવાન ઈશ નથી એ અર્થ થાય અને બહુવીહી સમાસ દ્વારા અનીશ શબ્દનો અર્થ કરીએ, તે અનીશ કહેવાથી ભગવાનનો કોઈ ઈશ નથી એ અર્થ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવ ઈશ છે, એ તે સુનિશ્ચિત બીના છે; આપણે પણ એ તારકોને ઈશ જ માનીએ છીએ; એટલે ભગવાન ઈશ નથી”-એ અર્થ બંધબેસતો થતો નથી. ત્યારે ભગવાનનો કેઈ ઈશ નથી –એ અર્થ બંધબેસતે થાય છે કે નહિ, એ વિચારે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેન કેઈ ઈશ જ નથી હોતો, એ વાત તમે જાણે છે ખરા? “ભગવાન શ્રી જિનેશ્વરદેવેને ઈશ તે હેાય છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરદે ઈશને ઈશ માનતા નથી.”–આવું નથી જ. ભગવાન શ્રી જિનેશ્વરદેવે એવા હોય છે કે એમને કોઈ ઈશ હોઈ શકે જ નહિ. એ તારકોના ઈશ બનવાની લાયકાત કોઈ જીવમાં સંભવિત જ નથી. કેઈ કહેશે કે- શ્રી સિદ્ધ ભગવાન એભગવાનના ઈશ નહિ?” તે કહેવું કે-ના, કારણ કે-શ્રી સિદ્ધપદ, એ પણ શ્રી અરિહંતપદનું જ ફલ છે.