________________
પ૦
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ પિતાનાં એ ચાર ઘાતી કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખ્યાં છે, એટલે એ તારકોની સ્તુતિ, એ ચાર મહા વિના ક્ષય રૂ૫ ફલને આપનારી પણ નિવડી શકે છે. જે શ્રી જિનસ્તુતિમાં આવું અદ્ભુત સામર્થ્ય છે, તે શ્રી જિનસ્તુતિ અન્યોન્ય સામાન્ય વિઘોનું વિદારણ કરનારી નિવડે, એમાં તે આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ. આથી ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચનાને આરંભ કરતાં, વિદ્ગોનું વિદારણ આદિ અનેકવિધ હેતુઓથી મંગલની આચરણું કરી રહ્યા છે અને મંગલની આચરણાને માટે તેઓશ્રી શ્રી જિનસ્તુતિ કરી રહ્યા છે. આ શ્રી જિનસ્તુતિમાં ટીકાકાર આચાર્યભગવાને ભગવાન શ્રી જિનેશ્વરને પંદર વિશેષણથી સ્તવ્યા છે. એ પંદર વિશેષણે પિકી સર્વજ્ઞ, ઈશ્વર, અનન્ત, અસંગ, અચ્ય, સાવય, અને છેલ્લે છેલ્લે અમર વિશેષણ-એ વિશેષણો વિષે આપણે અત્યાર સુધીમાં કાંઈક વિચાર કરી આવ્યા. શ્રોતાને શ્રદ્ધાળુ બનાવવાની વક્તાની ફરજ - સૂત્રને વાંચવા બેઠા પછીથી, ઘણા દિવસે આમ ભગવાનનાં વિશેષણેને અંગેના વર્ણનમાં જાય, એ એક પ્રકારનું વક્તાનું અસમ્બદ્ધ વક્તવ્ય છે, એવું જે કઈ કહે, તે તે ખોટું છે. આ વક્તવ્ય અસમ્બદ્ધ નથી, પરંતુ સુસમ્બદ્ધ છે. જે સૂત્રને વાંચવાનું હોય, તે સૂત્રમાં કહેવાએલા પદાર્થો અને તેના સ્વરૂપ ઉપર, શ્રોતાઓને શ્રદ્ધાવાળા બનાવવા, એ તે