________________
૫૨૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
કેવા હતા? અન્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેના જેવા જ અનન્તા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવની પ્રરૂપણામાં કદી પણ પરસ્પર અર્થભેદ થાય જ નહિ, કારણ કે-જે જ્ઞાનાદિના વેગે પ્રરૂપણા થાય છે, તે જ્ઞાનાદિમાં એ તારકની અંદર કાંઈ પણ તારતમ્ય હોતું નથી. આથી, ભગવાન શ્રી જિનેશ્વરદે પ્રત્યે જેનામાં શ્રદ્ધા જન્મ, તેનામાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા વિષે પણ અવશ્ય શ્રદ્ધા જન્મ. જે કેટીકાકાર આચાર્યભગવાને પહેલા લોક દ્વારા સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવ્યા પછીથી, બીજા શ્લોકમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આદિની એ તારકોના નામે લેખ પૂર્વક સ્તવના કરી છે અને એ અવસરે અનુકૂળતા હશે, તે આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માના જીવનચરિત્રમાં પણ છેડેક દષ્ટિપાત કરી લઈશું; પરન્તુ અત્યાર સુધીમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવેને અંગે જે વર્ણન થયું છે અને હવે પછીથી જે વર્ણન થશે, તે ભગવાન શ્રી મહાવીર પર માત્માને અંગે પણ બંધબેસતું જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવ કેવા સર્વોત્તમ કોટિના હોય છે અને એ તારકેએ ઉપદેશેલે માર્ગ પણ કે સર્વોત્તમ કોટિને છે–એ વાત જેટલે અંશે તમને સમજાય તેમજ જેટલે અંશે તમે ભગવાને કહેલા માર્ગના મર્મથી સુજ્ઞાત બને, તેટલે અંશે તમને આ સૂત્રના શ્રવણથી લાભ થવાને હોવાથી, આપણે ભગવાનનાં વિશેષણ અંગેના વર્ણનમાં આટલા બધા દિવસે પસાર કર્યો છે. આવા હેતુથી, ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપ આદિના સંબંધમાં તમારી પાસે મૂકવા જેવી વાતે, ઘણે ખરે અંશે