________________
૫૧૬
શિવે હાંકવાન છથી જ
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અનન્ત જ્ઞાન રૂપ ગુણને, અનન્ત દર્શન રૂપ ગુણને, અનન્ત ચારિત્ર રૂ૫ ગુણને અને અનન્ત વીર્ય રૂપ ગુણને પિતપતાની શક્તિનો પડછ કરાવતાં અટકાવનાર આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મોને જેમ “ઘાતી તરીકે ઓળખાવાય છે, તેમ “છધર તરીકે પણ ઓળખાવાય છે. છ% એટલે ઢાંકણું. આથી જ જે જીવો કેવલજ્ઞાનને પામ્યા નથી હતા, તે જીવને છઘસ્થ તરીકે ઓળખાવાય છે. સ્વભાવે અનન્તજ્ઞાની એવા પણ આત્માને “છદ્મસ્થ” જેવા વિશેષણને ચોગ્ય બનાવનાર, જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો છે. આત્મા સ્વભાવે છધસ્થ નથી; સ્વભાવે આત્મા છદ્મસ્થ બને એવો પણ નથી, પણ અનાદિકાળથી આત્મા છઘસ્થ અવસ્થામાં છે. છાસ્થપણું જ્યાં સુધી બહુ જ જોરદાર હોય છે, ત્યાં સુધી તે, છાસ્થ આત્માને પોતે છઘસ્થ અવસ્થામાં છે -એનું પણ ભાન થતું નથી. મેહનીય કર્મના મિથ્યાત્વમેહનીય અને ચારિત્રમેહનીય એવા બે પ્રકારે છે. એ બે પ્રકારમાંથી જ્યારે મિથ્યાત્વમેહનીય કર્મ ઉપશમાદિભાવને મન્દતાને પામે છે, ત્યારે તે છદ્મસ્થ જીવને પોતે કે છે અને પોતે કે છવાસ્થ છે–એને કાંઈક પણ ગ્ય ખ્યાલ આવે છે. જીવનું સ્થપણું, એ જ જીવના ભવભ્રમનું કારણ છે. જે જીવ છઘસ્થપણાથી છૂટયો, તે જીવ તે જ ભવમાં ભવથી પણ છૂટી જ જાય. છઘસ્થપણું, એ આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોને આવનાર હોવાથી, જીવને સંસારમાં ભમવું પડે છે અને એથી સઘળાં ય વિપ્નોનું મૂળ છદ્મસ્થ પણું જ છે એમ કહી શકાય.