________________
૫૧૭
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ મોહનીય કર્મ લહેર કરાવે”—એવું તે
--મેહનીય કર્મના થી ભરેલું હોય તે કહે! - ઘાત, વિઘાત, વિદ્વ–આ તમામ પર્યાય છે, અર્થાત્ - એક જ અર્થવાળા શબ્દ છે. આથી જેનામાં ખરેખરું સર્વ વિબોના વિદ્યારણનું સામર્થ્ય હાય, તેનામાં ઘાતી કર્મોને ક્ષીણ કરવાનું સામર્થ્ય પણ હોય જ. શ્રી જિનસ્તુતિમાં એ સામર્થ્ય છે. આત્માના અનન્ત જ્ઞાનગુણને રોકનાર જ્ઞાનાવરણીય કર્મને, સામાન્ય જ્ઞાનને રોકનાર દર્શનાવરણીય કમને, આત્માના સાચા આનંદને રોકનારા મેહનીય કમને અને આત્માના વીર્યાદિને રોકનાર અંતરાય કમને-એ ચારેય ઘાતી કર્મોનો ઘાત શ્રી જિનસ્તુતિથી થઈ શકે છે.
પ્રશ્ન મેહનીય કર્મ તે લહેર કરાવે ને?
મેહનીય કામમાં લહેર કરાવવાની નહિ, પણ હેરને લૂંટી લેવાની તાકાત છે. મેહનીય કર્મ તે આત્માને મુંઝવનારું કામ છે. મેહનીય કર્મ ક્ષીણ થયા વિના જ્ઞાનાવરણીથાદિ કર્મો ક્ષીણ થઈ શકતાં જ નથી. મોહનીય કર્મનું વિધ્ધ તે બધાં ય કર્મોનાં વિનોને ટપી જાય એવું છે. મેહનીય કર્મના એક વિભાગ રૂપ મિથ્યાત્વમેહનીય કર્મ જ્યાં સુધી જોરદાર હેય છે, ત્યાં સુધી તે આત્માને પોતાના આત્મત્વનું ભાન પણ થતું નથી; એનામાં આત્માને ઉદ્દેશીને, એટલે કે-આત્માના કલ્યાણના હેતુથી કાંઈ પણ કરવાની વૃત્તિ જ પેદા થઈ શકતો નથી. નાશવંત સુખનાં નાશવંત અને વ્યભિચારી સાધનની સાધનામાં જ એ સુખ માન્યા કરે છે.
પ્રશ્ન- વ્યભિચારી કેમ?