________________
૫૧ ૦
શ્રી કામવતીજીનું સૂત્રના વ્યાખ્યાને
પ્રાર્થના કરનાર, યુક્તિ-પ્રયુકિતથી મનાવવા મથનાર, દીનતા દાખવનાર, આમની અનિચ્છા છતાં આપમેળે અંગસમર્પણ કરનાર કોઈ સામાન્ય સ્ત્રી નથી, પણ જાણે પોતે જ છે! એકાત છે અને રાત્રિના સમય છે. રાણી રીઝે તો ઘણે ફાયદો થવાનો સંભવ છે અને ખીજે તો ખૂન થવાને સંભવ પણ છે. આટલું છતાં ચ, શ્રી સુદર્શન તો પોતાના કાત્ય માં જ સ્થિર રહે છે.
જ્યારે અભયા રાણીનું પોતે પ્રીતિ બતાવવાથી કોઈ સયું નહિ, એટલે તેણીએ ભાંતિ બતાવવા માંડી; પણ પ્રીતિની જેમ ભીતિ પણ નિષ્ફલ જ નિવડી. - હવે રાણીને ભય લાગ્યો. સાપે છછુંદર ગળ્યા જેવો રાણીની હાલત થઈ હતી. શ્રી સુદર્શનને ત્યાં પણ રાખી શકાય નહિ અને પાછા મોકલી દે તો આબરૂ જવાની બીક. શ્રી સુદર્શન પ્રત્યે રાણીને ખૂબ ખૂબ ગુસ્સો આવી ગયો. રાણું વિકરાળ બની ગઈ. પોતાનું પાપ શ્રી સુદર્શનને શિરે નાખી દેવાનો નિર્ણય રાણીએ કરી લીધો. પોતાના હાથે જ પોતાનાં વસ્ત્રોને રાણીએ ફાડી નાખ્યાં. પોતાના શરીરે તેણીએ પોતાના નખથી જ વલુરા ભર્યા. આવેશમાં ને આવેશમાં શ્રી સુદનને રાણીએ કહ્યું કે- હવે તું જે, કે મને તરછેડવાનું ફળ તને કેવું મળે છે. અને એમ કહીને રાણીએ રડે પાડવા માંડી; “ડે, દોડે; કોઈ બચાવે. બચાવે; આ દુર પાપી મારી લાજ લૂંટી રહ્યો છે.”
૨ણની આવા પ્રકારની રેડેને શ્રી અને સાંભળી, તે છતાં પણ એ ચલચિત્ત એ નહિ. કામ તો મને