________________
૫૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કર કે-ગમે તેમ કરીને પણ એ સુદર્શનને અહીં લઈ આવ. એ અહીં આવ્યા પછીનું બધું હું સંભાળી લઈશ.”
પરિડતાએ કહ્યું કે-કેઈક પર્વદિવસે વાત.”
આ પછી રાજ્યોજિત કૌમુદી મહોત્સવ આવ્યું. રાજાએ પટહ વગડાવીને નગરનાં સઘળાં ય સ્ત્રી-પુરૂષને કૌમુદી-મહેત્સવમાં ભાગ લેવાને માટે વનમાં આવવાની આજ્ઞા કરી હતી અને પોતે પણ અન્તપુર સહિત વનમાં જવાની તૈયારી કરી હતી. એ દિવસે ચતુર્દશી તિથિ હતી, એટલે એ પર્વદિવસ હતે. એ પર્વદિવસે શ્રી સુદર્શનને પૌષધ કરવાનો હેવાથી, રાજાની અનુમતિ મેળવીને શ્રી સુદર્શન દેવકુલમાં ગયા અને ત્યાં પૌષધ લઈને કર્યોત્સર્ગમાં સ્થિર બન્યા.
પડિતાને આ વાતની ખબર પડી ગઈ. અભયા રાણીની પાસે આવીને તેણીએ કહ્યું કે આજે તમે પણ વનમાં જશે નહિ. આજે ઘણી સારી તક છે અને આવી તક ફરીથી મળશે નહિ.” આથી અભયા રાણીએ પણ પિતાની તબીઅત નાદુરસ્ત હોવાનું બહાનું કાઢીને રાજાની સંમતિ મેળવી લીધી અને મહેલમાં રહી ગઈ.
પડિતાએ હવે એક યુક્તિ રચી, કારણ કે--અન્ત પુરના પહેરેગીરોને છેતરીને શ્રી સુદર્શનને મહેલમાં લઈ જવા હતા. યક્ષની પ્રતિમાને મહેલમાં લાવવાને તેણે દેખાવ કર્યો. પહેલાં તે પહેરેગીરેએ તપાસ કરી, પણ પછી વિશ્વાસ બેસી ગયો એટલે ઉપેક્ષા સેવવા માંડી. પહેરેગીરની ઉપેક્ષાને લાભ લઈને, શ્રી સુદર્શનને શિબિકામાં નાખીને, તે પરિડતા તે શિબિકાને રાણી અભયાની પાસે લઈ આવી. શ્રી સુદર્શને