________________
૫૦૬
શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને શેઠની આ પત્ની છે અને તેને જ આ પુત્રો છે.
કપિલા આશ્ચર્યમાં ડૂબી ગઈ. એને પેલી વાત યાત આવી ગઈ. સુદર્શને તે એને કહ્યું હતું કે-પતે નપુસક છે. ક્ષણ વાર વિચાર કરીને કપિલા બોલી કે-ગજબની વાત છે. સુદર્શનને પુત્રો છે?”
અભયા રાણી કહે-એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
એ વખતે કપિલા કહે છે કે “સુદર્શન તે નપુંસક છે. મેં એની પરીક્ષા કરેલી છે. એમ કહીને તે પિતાનો અનુભવ અભયા રાણીને કહે છે.
આવી વાત કેવી સ્ત્રી કેવી સ્ત્રીની પાસે કરી શકે? અભયા રાણી વિષે પણ કપિલાએ કેવું ધાર્યું હશે, ત્યારે કપિલા આવી વાત અભયા રાણીને કહી શકી હશે? આવી વાતને સાંભળીને પતિવ્રતા સ્ત્રીને તે ક્ષોભ થાય. કપિલા પ્રત્યે દુભવ આવે. એમ લાગે કે આવી સ્ત્રીને સંગ મારાથી થાય નહિ.” એને બદલે અભયા રાણી જૂદું જ કહે છે!
રાણી અભયા કહે છે કે- સુદર્શન નપુંસક નથી, પણ તારામાં જ કુશળતા નથી. તું છેતરાઈ. તારી જગ્યાએ જે હું હેઉં તે એમ છેતરાઈ જાઉં નહિ. હું કામેન્મત્ત બનીને ગમે તેવા પુરૂષને હાથ પકડું, તે તે પછી એની તાકાત નથી કે-એ કામાતુર બને નહિ.”
આ સાંભળીને કપિલાને દુઃખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે. કપિલા આવેશમાં આવી જઈને કહે છે કે“બીજાની ભૂલ કાઢવી સહેલી છે. જો તમે એની સાથે ભેગા
ગ, તે હું જાણું કે તમે ખરાં ચતુર છે.”