________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૧૫
આદિ પણ અસર ઉપજાવી શકે જ નહિ, એવું માનવું જોઈએ. શ્રી સુદર્શન તે ભગવાને કહ્યું છે તે મુજખ નિમિત્ત કારણેાની અસરને પણ માનતા જ હતા અને એથી જ એમણે કપિલાની કપટજાળમાંથી છૂટીને પેાતાને ઘેર આવ્યા ભાઇ, તરત જ એવા અભિગ્રહ કરી લીધા કે હવેથી એકલા ફાઈને ઘેર જઈશ નહિ.'
કપિલાવાળા બનાવને બન્યાને કેટલાક દિવસ પસાર થઈ ગયા. એ વિષે શ્રી સુદર્શને કોઈને કાંઈ કહ્યું નહિ અને કપિલા તે એ વાત ઉચ્ચારી શકે એવું હતું જ નહિ; પણ *પિલાના મનમાં તેા એ વાત રહી જ ગઈ હતી.
એક વાર એવું બન્યું કે-રાજાએ વસન્ત ઋતુમાં વસન્તાત્સવ ચેાજ્યા. એ વસન્તાન્સવમાં નગરજનોએ પણ જવાનું હતું. વસન્તાત્સવમાં જવાને માટે, શ્રી સુદર્શનની ધર્મ પત્ની મનોરમા પણુ, પેાતાના છ પુત્રાની સાથે ઘેરથી નીકળી.
રસ્તામાં મનોરમાને પોતાના પુત્ર સહિત જતી કપિલાએ જોઈ. કપિલા પુરેાહિતપત્ની હતી, એટલે રાજરાણી અભયાની સાથે જ રથમાં બેસીને તે પણ વસન્તાત્સવમાં જતી હતી. મનોરમાનો અને શ્રી સુદર્શનના પુત્રોનો દેખાવ, પહેરવેશ આફ્રિ ધ્યાન ખેંચે એવાં હતાં. કપિલા મનોરમાને ઓળખતી નહેાતી, પરન્તુ મનોરમાને છ છેકરાઓની સાથે જોઈ ને, એ કાણુ છે એ જાણવાનું એના મનમાં કૌતુક જાગ્યું. કપિલાએ રાણી અભયાને પૂછ્યુ કે—આ સ્ત્રી કાણુ છે? અને આ કાના પુત્રો છે?’
અભયા રાણી કહે છે કે-‘તૂ' આળખતી નથી ? સુદર્શન