________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૯૯ આ એક પ્રસંગ આચાર્યભગવાન શ્રીમદ્દ વજસ્વામીજીના સંબંધમાં પણ બન્યું હતું. આચાર્યભગવાન શ્રીમદ્ વાસ્વામીજી જેમ અનેકાનેક ગુણના ધામ હતા, તેમ રૂપ પણ તેમનું અદ્ભુત હતું. સાધ્વીઓ એ મહાપુરૂષના ગુણેની જેમ પ્રશંસા કરતી હતી, તેમ તેમના રૂપની પણ પ્રશંસા કરતી હતી, કેમ કે-એ મહાપુરૂષનું રૂપ પણ અનેક આત્માએને ધર્મશાસન તરફ આકર્ષનારું નિવડતું હતું. અથવા તે કહે કે-સંયમી મહાપુરૂષોનું સઘળું ય પ્રશંસનીય બની જાય છે. સાધ્વીઓ એ મહાપુરૂષના રૂપ અને ગુણ આદિની પ્રશંસા કરતી હતી, એટલે એ સાંભળીને એક શેઠની પુત્રીને, આચાર્ય ભગવાન શ્રીમદ્ વાસ્વામીજીને જ પરણવાનું મન થઈ ગયું. સાવીઓએ એ કન્યાને ઘણું સમજાવી, પણ એ કન્યા એકની બે થઈ નહિ. એણે તે હઠ જ લીધી કે-પરણું તે શ્રી વાસ્વામીઇને જ પરણું.”હવે આમાં સાધ્વીઓને દેવ કઢાય? એવી પ્રશંસા કેમ કરી, કે જેથી શેઠની પુત્રીને આચાર્યભગવાન સાથે પરણવાનું મન થઈ ગયું?—એમ કહેવાય? ત્યારે સાધ્વીએએ મહાપુરૂના રૂપની પ્રશંસા નહિ જ કરવી જોઈએ? -એમ પણ કહેવાય?નહિ જ. સાધ્વીઓને આશય શું હતું? એ મહાપુરૂષ પિતાના રૂપથી પણ ઉપકાર કરી રહ્યા છે, એની અનુમોદના કરીને, સાંભળનારને એ મહાપુરૂષ પ્રત્યે ભક્તિવાળાં બનાવવાં, એ જ એ સાધ્વીઓનો આશય હતું. જો કે પછી તે એ શેઠપુત્રી પણ આચાર્યભગવાન શ્રીમદ્દ વજીસ્વામીજીના સદુપદેશથી સધર્મને જ પામી છે; પણ એ પહેલાં તે એણે એના પિતાને, ઘણું ઘણું ધન લઈને આચાર્ય ભગવાનની પાસે