________________
૯૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તાકાત છે. ખરેખર, શ્રી સુદર્શન સુદર્શન જ હતા; સુન્દર છે દર્શન જેમનું, એવા જ હતા. '
આથી, તેમના અનેક ગુણેથી આકર્ષાએલો એમનો પુરોહિતમિત્ર, રજ પિતાની પત્નીની પાસે શ્રી સુદર્શનનાં વખાણ કર્યા કરતો હતો. જ્યારે જ્યારે એ કપિલ પુરોહિત ઘેર મેડો આવતે, ત્યારે ત્યારે તેની કપિલા નામની પત્ની પૂછતી કે-આપ અત્યાર સુધી ક્યાં હતા કપિલ કહેતે કે-હું મિત્ર સુદર્શનની સાથે ગેછી કરવામાં રોકાયો હતો.” આમ કહીને તે શ્રી સુદર્શનના રૂપનું, શ્રી સુદર્શનની વાણના માધુર્યનું, શ્રી સુદર્શનની બુદ્ધિમત્તાનું અને શ્રી સુદર્શનની સૌમ્ય પ્રકૃતિ આદિનું પ્રશંસાત્મક વર્ણન કરતે.
પિતાના પતિના મુખે શ્રી સુદર્શનની આવા પ્રકારની ખૂબ ખૂબ પ્રશંસાને સાંભળવાના પરિણામે, કપિલા શ્રી સુદર્શન પ્રત્યે અનુરાગવતી બની. કપિલાને એ અનુરાગ ગુણાનુશગ નહિ હતું, પરંતુ કામાનુરાગ હતે.
ખરેખર, સારી પણ વાણી પાવાનુસાર પરિણમે છે, એનું આ પણ એક જવલન્ત ઉદાહરણ છે. કપિલ જ્યારે શ્રી સુદશન પ્રત્યે ગુણાનુરાગથી આકર્ષાઈને ભક્તિમય પ્રીતિવાળો બન્યું હતું, ત્યારે કપિલા કામરાગથી શ્રી સુદર્શન પ્રત્યે પ્રીતિવાળી બની. શ્રી સુદર્શનના ગુણોની પ્રશંસાએ કપિલામાં કામરાગનું આકર્ષણ પેદા કર્યું, એમાં દેષ કેને? જેનામાં ગુણાનુરાગ હેય, તેને ગુણસમ્પન્નની પ્રશંસા કરવાનું મન તે થાય જ. એ પ્રશંસાને સાંભળીને કોઈ અવળચંડી વૃત્તિવાળું બને, તે તેમાં પ્રશંસા કરનારે કરે શું?