________________
૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
યાચના કરતી જોઈને, શ્રી સુદશ નને થાય છે કે‘ભાગસુખની લાલસા કેવી ગજબની છે??
શ્રી સુદર્શનને મૌન અને જડવત્ ઉભા રહેલા ોઈને, કપિલા, શ્રી સુદર્શનના શરીરને ભેટી પડે છે; પણ શ્રી સુદશનના હૈયામાં જરા પણ વિકાર પેદા થતા નથી.
શ્રી સુદર્શન તે અહીંથી છૂટવાનો ઉપાય જ અજ માવી રહ્યા છે. કપિલા પેાતાના અંગના સંગ કરવા લાગી, એટલે નિર્વિકારપણે સુસ્થિર રહેલા શ્રી સુદર્શને કહ્યું કે-‘તને કાણે આવા ઉંધા ચક્રાવે ચઢાવી દીધી ? હું તે નપુંસક છું, પણ તારે આ વાત કાઈને યુ કહેવી નહિ.
શ્રી સુદર્શનની વાતને સાંભળીને કપિલા તેા ઠંડી જ પડી ગઈ. એકદમ ક્ષેાભ પામી ગઇ. એણે માની લીધું કે-શ્રી સુદર્શન નપુંસક જ છે, કારણ કે-એણે શ્રી સુદર્શનના અંગના સ્પશ કરવા છતાં પણ, શ્રી સુદર્શન તદ્દન નિર્વિકાર ને નિશ્ચલ ઉભા રહ્યા હતા.
આથી તેણીએ પણ શ્રી સુદર્શનને કહ્યું કે-‘તમાર પણ મારા આ દુષ્કાર્યની વાત કાઈનેય કહેવી નહિ.'
આમ કહીને, હતાશ બની ગયેલી કપિલાએ, શ્રી સુદાનને પોતાના ઘરની બહાર કાઢયા અને શ્રી સુદર્શન પાતાના ઘર તરફ રવાના થયા.
વસ્તુતઃ શ્રી સુદર્શન કાંઈ નપુંસક જ નહેાતા; પરસ્ત્રીને માટે જ એ નપુંસક હતા; અને એથી એમણે જે કહ્યું તે સાચું જ હતું. આમ છતાં પણુ, એવા અવસરે આવું ખેલવું એ માયા ગણાતી હોય, તેા ચ વસ્તુતઃ તે માયા નથી. સુવિહિત