________________
પ૦૦
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને જઈ પરણવાની વિનંતિ કરવાની લાચાર હાલતમાં મૂકી દીધા હતા. એટલે, સારી પણ વાણી સારા પાત્ર રૂપ આત્માઓના હૈયામાં જ સારી અસરને નિપજાવનારી નિવડે છે.
- કપિલા તે હવે શ્રી સુદર્શનને સંગ સાધવાની તક શોધવા લાગી. એના પતિ કપિલને કપિલાની આ કામવેદનાની ખબર નથી. આવા કુટીલ હૈયાની સ્ત્રીઓ તે પ્રાયઃ એવી કુશળ હોય છે કે-પતિને કદાચ પિતાની પત્ની મહા પતિવ્રતા છે એવું લાગ્યા કરે. એ તે કઈ અવસરે એના પાપને ઘડે કુટે, ત્યારે, એને અંધાપ ટળે તે ટળે!
એક વાર કપિલને કઈ ખાસ કામસર અચાનક બહાર ગામ જવાનું થયું. શ્રી સુદર્શનને મળીને એ પોતાના બહારગામ જવા વિષેની ખબર પણ આપી શક્યો નહિ. '
કપિલ બહારગામ ગયો, એટલે કપિલાને થયું કે- ઘણા દિવસોથી હૈયામાં સમાવી રાખેલી અભિલાષાને પૂર્ણ કરવાને આજે ઠીક જ અવસર આવી લાગે છે. આજે સુદર્શનને અહીં લાવીને, એના સંગના રંગને ઉમંગ માણું !”
આ નિર્ણય કરીને, કપિલા તરત જ શ્રી સુદર્શનના વરે ગઈ અને શ્રી સુદર્શનને કહ્યું કે-“આપના મિત્રને તાવ આવ્યું છે, તેથી આપને તે બોલાવે છે. આપને તેડવાને માટે જ હું આવી છું. આપ જરા પણ મેડું કરો નહિ, કારણ કે આપના વિના એમને એક ક્ષણ પણ ચેન પડતું નથી.”
પિતાની પાપવાસનાને સફલ બનાવવાના હેતુથી કપિલા કેવું અસત્ય બોલે છે? એક પાપની વૃત્તિ અનેક પાપની સર્જક બની જાય છે. પાપ કેવું ભંડું છે? એને સેવવાને