________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૪૯૩ પમાડતાં, મારાથી આપની જે કાંઈ આશાતના થવા પામી હોય, તેને માટે મને ક્ષમા કરે”
અન્ત કેશા વેશ્યાને “ધર્મલાભ રૂપ આશીષ સંભળાવીને, એ મુનિ પિતાના ગુરૂની પાસે પાછા આવ્યા.
ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ, ભગવાન શ્રી જિનેશ્વરદેવને સ્તવતાં અસ્મર તરીકે એ તારકને સ્તવ્યાને પ્રસંગ ચાલે છે, એટલે અહીં આપણે સ્મરના વિજયની અને રમરના નાશની વાત કરી રહ્યા છીએ. દુનિયામાં ગણાતા બીજા દે અમર નથી, સમર છે, જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદે અમર હોય છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે અમ્મર બન્યા-એટલું જ નહિ, પણ એ તારકે એ જે માર્ગને ઉપદે, તે માર્ગ પણ એ છે કે-જે કોઈ આ માર્ગને આરાધવામાં ઉજમાળ રહે, તે સાધુ તે ઠીક, પણ ગૃહસ્થ હોય તે ય તે સ્મરને વિજેતા બની શકે. ઈતરો જેમને દેવ તરીકે માને-પૂજે છે, તેમનાં ચરિત્રોમાં જેવું જિતેન્દ્રિયપણું નજરે ચઢે નહિ, તેવું જિતેન્દ્રિયપણું ભગવાન શ્રી જિનેશ્વરદેવોના માર્ગને પામેલા અને આ માર્ગની આરાધનામાં ઉદ્યત બનેલા ગૃહસ્થનાં ચરિત્રમાં પણ નજરે ચઢે.
પ્રશ્ન. સિંહગુફાવાસી મુનિ તે ભગવાને કહેલા માર્ગના સમર્થ આરાધક હતા, તે એ કામાતુર કેમ બની ગયા?
ભગવાને કહેલા માર્ગના આરાધનની વિસ્મૃતિ થવા પછીથી જ એ કામાતુર બન્યા હતા. વેષ ભલે સાધુને હવે, પણ હૈયું સાધુનું રહ્યું નહોતું. હૈયું જે સાધુનું રહ્યું હતું, તે