________________
૪૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તેવી જ એક ક્ષણના પણ વિલંબ વિના અને જરા પણ ખ'ચકાયા વિના, એ રત્નક ખલને પેાતાના આવાસના ખાળમાં ફેંકી દીધી.
મુનિ વેશ્યાના આ અકૃત્યને જોઈને એકદમ વિહ્વળ બની ગયા. જોરથી એલી ઉઠ્યા કે—આવી મહામૂલ્ય રત્ન* ખલને ખાળમાં ફેંકી દેવાની મૂર્ખાઈ તે કેમ કરી ?'
કાશા વેશ્યા કહે છે કે મૂર્ખાઈ તે મારી છે કે તમારી છે? આ એક રત્નઅલને મેં ખાળમાં નાખી દીધી, તેનું તમને દુઃખ થાય છે અને બહુ કબ્જે કરીને ઉપાજેલા શુદ્ધ ચારિત્રયુક્ત એવા તમારા આ મનુષ્યજન્મને, મારા શરીર રૂપી અપવિત્ર મલથી ભરેલી ખાળમાં ફેંકી દેતાં તમને દુઃખ નથી થતું ?’
કાશા વેશ્યાના આવા શબ્દોને સાંભળીને મુનિ એકદમ ચાંકી ગયા; ભાનમાં આવી ગયા. ભાગની લાલસાને વશ બનીને પાતે કેવા દીન અને હીન બની ગયા હતા, એ એમના ખ્યાલમાં આવી ગયું. ભાગની લાલસા એમને ઝેર જેવી લાગી ગઈ. એમની કામાતુરતા ભાગી ગઈ. એકદમ એ સ્વસ્થ ખની ગયા. હવે એના એ જ મુનિ કાશા વેશ્યાને કહે છે કે–મહામાહની જાલમાં સાઇને અનંત દુઃખમાં ડૂબી જતા એવા મારે, તે સત્પ્રપ’ચને કરીને ઉદ્ધાર કર્યો છે, તે મારા ગુરૂનું કામ કર્યું છે. હવે તેા હું મને લાગેલાં પાપોથી છૂટીને નિર્મલ અનવાને માટે, પુનઃ ગુરૂદેવની પાસે જાઉ છું.'
કાશા વેશ્યાએ પણ કહ્યું કે—મે' જે કાંઇ કર્યું, તે આપના બ્રહ્મવ્રતના રક્ષણને માટે જ કર્યું હતું. આપને પ્રતિખાધ