________________
૪૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આપે છે. તમે ત્યાં જઈને એ રત્નકંબલ લઈ આવે અને તે પછી તમે તમારી ઈચ્છાને પૂર્ણ કરે.”
ભેગની લાલસાને તૃપ્ત કરવાનો આ ઉપાય એ મુનિને કેશા વેશ્યાએ બતાવ્યું, એટલે કામાતુર મુનિ તે ત્યાંથી નીકળ્યા અને ચોમાસામાં જ ગયા નેપાલ દેશમાં. ત્યાં જઈને, રાજાની પાસેથી રત્નકમ્બલને મેળવીને, તરત જ કેશા વેશ્યાની પાસે આવવાને માટે એ મુનિ નીકળ્યા.
રસ્તામાં ચેરની પલ્લી આવતી હતી. એ પલીના પતિએ બધા માર્ગોએ પાળેલા પિપટે મૂકેલા. એ પિપટો જે કઈ વટેમાર્ગુઓની પાસે કિંમતી વસ્તુઓ હોય, તેને જાણી જતા અને પલ્લીપતિ સમજી જાય તેમ એ વાત બોલતા. એ પોપટે પેલા કામાતુર સાધુને રત્નકલ લઈને એ માર્ગેથી પસાર થતા જોયા, એટલે “ઋક્ષ જાતિ, યતિ' એવું ઉચ્ચારીને, પલીપતિને સૂચના આપી દીધી. ચેરેએ આવીને એ મુનિની પાસેથી રત્નકંબલ લઈ લીધી.
એ વખતે કામાતુર મુનિના હૈયામાં કેવી અને કેટલી વેદના થઈ હશે? રત્નકંબલ લઈને જયારે એ મુનિ રાજાની પાસેથી નીકળ્યા હશે ત્યારે અને ત્યારથી માર્ગમાં ડગલે ડગલે, એ મુનિએ આશાના તરંગમાં કેટકેટલું ભેગસુખ જોગવ્યું હશે? કામલાલસા, એ એવી ભયંકર લાલસા છે કે-એ જેમ અક્કડને પગે પડતે બનાવી શકે છે, શૂરવીરને સલામ ભરતે બનાવી શકે છે, તેમ વિદ્વાનને હેવાન બનાવી શકે છે.
મુનિ લૂંટાઈ ગયા એટલે વળ્યા પાછા, કેમ કે-રત્ન