________________
૪૮૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
એ કેશા વેશ્યાને ત્યાં ચોમાસું રહેવાને માટે ગયા હતા.
વેશ્યા સમજી ગઈ કે-“શ્રી સ્થૂલભદ્રજીની હોડ કરવાને માટે જ આ મુનિ અહીં આવ્યા છે. કેશા જાણતી હતી કે-- આ મુનિએ દુસ્સાહસ કર્યું છે, કેમ કે-અહીં મારી પાસે રહીને, શ્રી સ્થૂલભદ્રજીની જેમ સંયમમાં ટકવાની તાકાત બીજા કેઈ મુનિની નથી પણ મુનિ આવ્યા જ, એટલે કરે શું? કેશા વેશ્યાએ શ્રી સ્થૂલભદ્રજીને જે ચિત્રશાળામાં ઉતારો આપ્યો હત, તે જ ચિત્રશાલામાં એ મુનિને ઉતારો આપે શ્રી સ્થૂલભદ્રજીને જે સમય આહાર રેજ વહેરાવ્યું હતું, તે જ બસમય આહાર આવેલા મુનિને હરાવ્યું અને તે પછી તે જેમ સ્થૂલભદ્રજીની પાસે જતી હતી, તેમ આ મુનિની પાસે પણ અભુત શૃંગારને સજીને વિલાસના અંગ રૂપ અંગમરોડ આદિ હાવ-ભાવને કરતી આવી પહોંચી.
કેશા વેશ્યાની ચિત્રશાળા પણ એવી હતી કે વિષયવિકારને પેદા કરવાની, એ ચિત્રશાળાનાં ચિત્રોમાં પણ ગજબની શક્તિ હતી; એમાં મુનિના પેટમાં બસમય આહાર પડેલો; અને સામે કેશા જેવી રૂપવતી, હાવ-ભાવમાં નિપુણ, કામકળામાં કુશળ વેશ્યા અદ્ભુત શૃંગારને સજીને આવી પહોંચી! આવા સગામાં કેમ ટકી શકાય? પેલા મુનિ, કે જે સિંહની ગુફામાં ચાર ચાર મહિનાઓ સુધી ઉપવાસ કરીને કાર્યોત્સર્ગમાં રહેવાની શક્તિને સાક્ષાત્કાર કરાવી ચૂક્યા હતા, તે મુનિ કેશા વેશ્યાના દર્શન માત્રથી ચલવિચલ બની ગયા. પિતે કેણ છે, પિતે અહીં શા માટે આવ્યા છે, પિતાને સાધવાનું શું છે, એ બધાને એ મુનિ