________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
४८७ નાખવાની શક્તિ છે. મહામુનિઓ પણ જે કેઈ નિમિત્તને પામીને ભેગસુખની લાલસામાં ફસાઈ ગયા, તે એવા ગબહયા છે કે–એમની હીનતાની કેઈ સીમા જ રહી નથી.
શ્રી સંભૂતિવિજય નામના સૂરિવરના શિષ્ય અને શ્રી સ્થૂલભદ્રજીના ગુરૂભાઈ સિંહગુફાવાસી મુનિનો પ્રસંગ તે તમે ઘણું વાર સાંભળ્યું હશે. ભેગની લાલસાએ એ મુનિને કેટલી બધી હલકી દશાએ પહોંચાડી દીધા હતા!
એ મુનિ કાંઈ કમ આરાધક નહોતા. એમનું સામર્થ્ય જેવું-તેવું નહોતું. જેમાસાના ચારે ય મહિના એમણે ઉપવાસ જ કરેલા. નહિ કાંઈ ખાવાનું કે નહિ કાંઈ પીવાનું. સંયમની શક્તિ એવી કેળવેલી કે-ચાર ચાર મહિનાઓ સુધી આહાર તે બંધ પણ નિહારે ય બંધ. શરીરને નહિ હલાવવાનું કે નહિ ચલાવવાનું. માત્ર કાર્યોત્સર્ગમાં જ રહેવાનું. ઉંઘવાનું પણ નહિ ને બેસવાનું પણ નહિ. પિતાના શરીરને જડ જેવું બનાવી દઈને, સિંહની ગુફામાં ચાર મહિના પસાર કરવાના. સિહની ત્રાડ સાંભળીને ભય પામવાનું નહિ અને કદાચ સિંહ ફાડી ખાય તે ય સહન જ કરી લેવાનું. આવું એ કરી શક્યા હતા, ત્યારે એમણે સંયમની કેટલી બધી અદ્ભુત શક્તિ મેળવી હશે?
આવા સામર્થ્યવાન મુનિ, સંયમને નેવે મૂકીને, ભર ચોમાસે વેશ્યાને પિતાની કરવાના હેતુથી રત્નકંબલ લેવાને માટે ગયા, એ પ્રતાપ કેને? કેવળ વિષયલાલસાને જ ને?
ગુરૂએ કરેલા શ્રી સ્થૂલભદ્રજીના બહુમાનને એ સહી શક્યા ન હતા અને શ્રી સ્થૂલભદ્રજીની સરસાઈ કરવાને માટે