________________
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ
૪૮૫ નાખવાનો નિર્ણય કર્યો કે-“કેઈ હાથીણી મારા પિતા હાથીની જેમ મને પણ છેતરીને, આ આશ્રમનો આશ્રય લઈને, મારી જેમ મારા બચ્ચાને જીવાડી શકે નહિ!”
સેચનક હાથીએ જ્યારે પોતાના આશ્રમને ભાંગી નાખવા માંડ્યો, એટલે તાપસે રાવ લઈને મહારાજા શ્રી શ્રેણિકની પાસે ગયા. તેમની હકીક્તને સાંભળીને, રાજા પિતે હાથી ઉપર બેસીને મોટા સૈન્ય સહિત વનમાં પહોંચે. વનમાં પહોંચીને એ સેચનક હાથીને યેન કેન પ્રકારેણ વશ કરવાને માટે, શ્રી શ્રેણિક મહારાજાએ ઘણું બળ પણ અજમાવ્યું અને ઘણું છલ પણ અજમાવ્યું, પરંતુ સેચનક હાથીને તે વશ કરી શક્યા નહિ. સેચનક હાથીને વશ નહિ કરી શકવાથી, શ્રી શ્રેણિક રાજા ખિન્ન થઈ ગયા. - તેમને ખિન્ન થયેલા જોઈએ, તેમના પુત્ર શ્રી નંદિષણ, સેચનક હાથીને વશ કરવાને માટે તે હાથીની સામે ગયા. સેચનક હાથીએ શ્રી નંદિષણને જોયા અને એમને જોતાની સાથે જ, સચનક હાથીના હૈયામાં સ્નેહભાવ પ્રગટયો. સેચનક હાથી વિચાર કરવા લાગ્યો કે-“મને મારી નાખવાને અથવા તે મને પકડી પાડવા માટે આવતા આ માણસને જોઈને મારા હૈયામાં પ્રેમભાવ કેમ પ્રગટે છે?” એ વિચારમાં ને વિચારમાં સેચનક હાથીને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી, એ સેચનક હાથીને ખ્યાલ આવે છે કે એક વાર અમે બન્ને, આ અને હું, શ્રી પુર નામના નગરમાં બ્રાહ્મણ હતા અને અમારે શેઠ-નોકરને પ્રેમભર્યો સંબંધ હતો. જાતિસ્મરણ જ્ઞાનના ગે સેચનક હાથીને પિતાના