________________
-
૪૯૫
પહેલે ભાગ-શ્રા જિનસ્તુતિ હોય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પણ દુષ્કર્મના ઉદયમાં નિમિત્ત બની જાય છે. વિષયવાસનાને અભ્યાસ જીવને અનાદિકાલથી છે, એટલે પણ નિમિત્ત મળતાં જીવ એ વાસનાવાળ બની જાય એ સંભવિત છે. ઉપાદાન કારણ વિના નિમિત્તે કારણે કાંઈ કરી શકે નહિ-એ જેમ સાચું છે તેમ એ પણ એટલું જ સાચું છે કે-નિમિત્તે કારણે ઉપાદાન કારણને નિષ્પન્ન થવામાં ઘણાં ઘણાં સહાયક નિવડે છે. આથી જ, ઉપકારિઓએ બ્રહ્મચર્યનું પાલનની અભિલાષાવાળાઓને બ્રહ્મચર્યની નવ વાડેનું પાલન કરવાનું પણ ઉપદેશ્ય છે. વાહ જેટલી મજબૂત હોય તેટલું ખેતરનું રક્ષણ સારું થાય. વાડ હોય તે પશુઓ ખેતરમાં પેસીને પાકને નુકશાન કરી શકે નહિ. કેઈ વાર કઈ જારૂં જનાવર વાડને તોડી નાખીને ય ખેતરમાં પેસી જાય એ બને, પણ વાડ ન હોય તો ખેતરને પાક બકરી જેવું જનાવર પણ ખાઈ જાય; તેમ બ્રહ્મચર્યની નવ વાડાનું પાલન કરવા છતાં પણ, જબરા જનાવર જે દુષ્કર્મને જોરદાર ઉદય આવે તો કદાચ ખલના થઈ જાય, પરંતુ એ કવચિત્ બને, જ્યારે બ્રહ્મચર્યની નવ વાડોના પાલનની દરકાર નહિ રાખનારના બ્રહ્મચર્યને તો લૂંટાઈ જતાં વાર જ નહિ. વિષયવાસના જાગે એવા સંગોથી જેમ બને તેમ દૂર જ રહેવું અને અણધારી રીતિએ એવા સંગે ઉપસ્થિત થઈ જવા પામે, તે એ વખતે ભગવાને કહેલા માર્ગની આરાધના તરફ જ પિતાની નજર કેન્દ્રિત કરીને,એ સંગને વિષયવાસના જગવવામાં નિષ્ફલ કરી નાખવા. “શ્રી સ્થલભદ્રજી તે એક જ’એમ જે કહેવાય છે, તે પણ સૂચવે છે કે નિમિત્ત કારણોની