________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૮૯ વિસરી ગયા અને કામાતુર બની ગયા. કામાતુર બનીને એ મુનિ, એ વેશ્યાની પાસે યાચના કરવા લાગ્યા.
જુઓ કે-ભેગની લાલસા શું કામ કરે છે? હૈયામાં એને સ્થાન આપ્યું કે-દીનતા અને હીનતા આવી જ સમજે. જે મુનિનાં ચરણોમાં હજારોનાં માથાં ઝુકે, એ મુનિ ભેગની લાલસાને વશ થઈને કેશા વેશ્યાની પાસે ભેગની યાચના કરે છે.
કેશા વેશ્યાએ તે શ્રી સ્થૂલભદ્રજીની પાસે પણ કર્યું હતું કે રાજા પ્રસન્ન થઈને મારી પાસે જે પુરૂષને મેકકે, તે સિવાયના સર્વ પુરૂષે આજથી મારા ભાઈ સમાન છે. એટલે આ વેશ્યા કાંઈ ગમે તેટલું ધન મળે તેમ હોય તે ય અન્ય કેઈન ભેગનું સાધન બને એવી રહી જ નહોતી, પરન્તુ એને તે આ મુનિને એમ સમજાવવું હતું કે-“શ્રી સ્થૂલભદ્રજી તે એક જ છે. એમની સ્પર્ધા કરવાને નીકળેલા તે, મારી પાસે રાંકડા બની જાય.”
આથી, એ વેશ્યાએ ભેગની યાચના કરતા પેલા સિંહગુફાવાસી મુનિને કહ્યું કે “અહીં તે પૈસા જોઈએ, પિસા ! પિસા વિના આવા ભેગને કઈ પણ ભોગવી શકે નહિ!”
કામવશ બનેલા મુનિ કહે છે કે- પણ સુન્દરી! હાલ મારી પાસે ધન નથી. હું તને જરૂર ધન લાવી આપીશ.”
કેશા વેશ્યાએ જોયું કે આ મુનિ તે મારા નિમિત્તે ખલાસ થઈ જશે. આથી, એ મુનિને પ્રતિબંધ પમાડવાને માટે, કોશા વેશ્યાએ એ મુનિને કહ્યું કે જે ભેગની જ ઈચ્છા હોય તે નેપાલ દેશમાં જાઓ. ત્યારે રાજા તેની પાસે જે કેઈ ન સાધુ જાય છે, તેને લક્ષમૂલ્ય રત્નકંબલ