________________
४८०
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
વાળા તા હતા જ, પણ તેને એમ થતું હતું કે દાન તા માધુઓને દેવું જોઈએ.' આથી તે પેાતાને જે કાંઈ મળતું, તે સાધુઓને દેતા.
આમ દાનથી એ અને બ્રાહ્મણ્ણાએ પુણ્યકમ તા ઉપાજ્યું, પણ એમના પુણ્યકમમાં મોટા તફાવત રહ્યો.
ભીમ બ્રાહ્મણ મરીને સ્વર્ગે ગયા અને સ્વગ માંથી ચ્યવીને મહારાજા શ્રી શ્રેણિકને ત્યાં રાજકુમાર શ્રી નર્દિષણ તરીકે ઉત્પન્ન થયા.
પેલા મખપ્રિય બ્રાહ્મણ પણ પોતાના પુણ્યકમના ચેાગે કૈટલાક ભવામાં વિષયસુખની સામગ્રીને પામ્યા.
એયને વિષયસુખની સામગ્રી તે મળી જ, પણ વિષચમુખની સામગ્રી મળવા છતાં ય શ્રી નર્દિષણમાં વિરાગભાવ પ્રગટયો, કારણ કે—એ પુણ્યવાનનું પુણ્ય પુણ્યાનુબંધી હતું; જ્યારે મખપ્રિય બ્રાહ્મણે જે પુણ્ય ઉપાર્જ્યું હતું, તે પાપાનુધી હતું, એટલે એ પુણ્યથી એને ભોગસામગ્રી તેા મળ્યા કરી, પણ એ સામગ્રીમાં એ લુબ્ધ જ અનતે ગયે.
ઘણા ભવામાં ભમીને, એ મખપ્રિય બ્રાહ્મણુના જીવ હાથીપણે ઉત્પન્ન થયા. હાથીપણે ઉત્પન્ન થયેલા એ જીવતા કેમ રહી શકયો, એના પુણ્યે એને જીવિત રહેવામાં કેવી સહાય કરી, એ જાણવા જેવું છે,
એ હાથીના પિતા હાથી, હાથીણીઓના એક મોટા ઢાળાના અધિપતિ હતા. ધણી હાથીણીઓને સાથે લઈને જ એ વનમાં ભમતા હતા અને બધી હાથીણીઓને પેાતે જ ભાગવતા હતા. એમાં એના મનમાં એવી વૃત્તિ પ્રગટી કે