________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૪૭૯ જોઈએ જ્યારે આજે તે આત્મસુખ તરફ આકર્ષનારાં સાઘને તરફ પણ દ્વેષભાવ કેળવાઈ રહ્યો છે. દેવ-ગુરૂ-ધર્મ તરફ બહુમાન વધે–એવું કરવાને બદલે, દુનિયાના છ દેવ-ગુરૂધર્મને વિસરી જાય, એવા પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો છે. આ આદેશમાં આત્મસુખ તરફ લક્ષ્ય દેરનારું જે વાતાવરણ હતું, તે વાતાવરણને ઘણે અંશે બદલી નાખવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિ, કે જે ભોગસુખની લાલસા ઉપર કાબૂ મેળવીને સહન કરવાનું શીખવતી હતી, તે આર્ય સંસ્કૃતિના મૂળ ઉપર જ, આજે તે ભયંકર કેટિના કુઠારાઘાત થઈ રહ્યા છે. શ્રી નદિષેણ સાથે સેચનક હાથીને પૂર્વસંબંધ: આ દુનિયામાં ભેગસુખની લાલસાએ તે ભયંકર અનાથી સર્યા છે. માણસો તે શું, પણ પશુએ ય ભોગસુખની લાલસાના યોગે ભયંકર પાપને સેવે છે. મુનિવર શ્રી નંદિપેણ, કે જે મહાપુરૂષની વાત આપણે કરી આવ્યા, તેમના પૂર્વભવના સંબંધમાં પણ આવી જ વાત આવે છે. - શ્રીપુર નામનું એક નગર હતું. તે નગરમાં મખપ્રિય નામે એક સુખી બ્રાહ્મણ અને ભીમ નામે એક દરિદ્રી બ્રહાણ હતે. મખપ્રિય સુખી બ્રાહ્મણ હતો અને દાનની રૂચિવા હતે, એટલે એણે એક લાખ બ્રાહ્મણને ભોજન કરાવ્યું. લાખ બ્રાહ્મણેને ભોજન કરાવવાને માટે નોકરો જોઈએ, એટલે તેણે ભીમ બ્રાહ્મણને નોકર રાખ્યું હતું. શરત એવી હતી કે–ભીમે પિતાના કામના બદલામાં જ બ્રાહાણેને - જમાડતાં જે ભજન વધે તે લઈ જવું. ભીમ પણ દાનરૂચિ